Madhyapradesh News : મધ્યપ્રદેશમાં આપઘાતના પ્રયાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક નવપરિણીત મહિલાએ પુલ પરથી ડેમમાં પડતુ મુક્યું હતું. જોકે તેને બચાવી લેવામાં આવી હતી. તેણે ડેમમાં કૂદતા પહેલા Whatsapp સ્ટેટસ પર એક ભાવુક મેસેજ પણ મુક્યો હતો. કથિત રીતે, મહિલાએ દહેજના ત્રાસ અને પતિના ખરાબ વર્તનથી પરેશાન થઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો કમલા નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નવપરિણિતાએ મંગળવારે મોડી સાંજે ભડભડા ડેમમાં ભૂસકો માર્યો, જે પછી સ્થાનિકો અને પોલીસે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. ઊંડા પાણીમાં ડૂબી જાય એ પહેલાં તેને બચાવી લેવામાં આવી અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. હાલમાં, તેની હાલત ગંભીર છે અને સારવાર ચાલુ છે.તપાસમાં જાણવા મળ્યું કે નવપરિણિતાએ ડેમમાં કૂદતા પહેલા તેના વોટ્સએપ સ્ટેટસ પર એક ભાવુક મેસેજ લખ્યો હતો જેમાં તેણે તેના પતિ અભિષેક પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
તેને લખ્યું, “મારે લોકોને એક જ વાત કહેવી છે કે પોતાની દીકરીના લગ્ન ખૂબ જ સમજીવિચારીને કરાવજો. જો તેનું જીવન નર્ક બનાવવું હોય તો જ લગ્ન કરાવજો અને જો મહાનર્ક બનાવવું હોય તો મારા પતિ અભિષેક સાથે લગ્ન કરાવજો.” આગળ લખ્યું, “ભાઈ, જો મને કંઈ થઈ જાય, તો સંબંધીઓને એક કપ ચાનો પણ ન પીવડાવતા, કોઈને આમંત્રણ પણ ન આપતાં, જો આ લોકો આવ્યા, તો મારી આત્માને આગમાં બાળવા જેવું થશે. મને ક્યારેય શાંતિ નહીં મળે. એના કરતા 11 ભૂખ્યા લોકોને ભોજન કરાવી દેજો.”
નવપરિણીત મહિલાએ તેના પતિ પર અન્ય છોકરીઓ સાથે સંબંધો રાખવાનો અને તેને સતત હેરાન કરવાનો આરોપ લગાવ્યો. સ્ટેટસમાં લખ્યું, “અભિજી (પતિ અભિષેક) તમે ક્યારેય મારા પ્રેમને સમજી શક્યા નહીં, હું રડતી રહી અને તમે મને રડતી જોઈને હસતા રહ્યા, મેં તમને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તમે ન સમજ્યા, બીજી છોકરીઓના ચક્કરમાં રહ્યા, વિચાર્યું કે આજે નહીં તો કાલે તમે સુધરી જશો, પણ તમે મારો છેલ્લો પ્રેમ છો, જે દિવસે હું તમારાથી દૂર જઈશ, તમે તો એ જ દિવસે બીજા લગ્ન કરી લેશો. આજે મમ્મી બીજા લગ્ન વિશે વાત કરે છે, ત્યારે મને રડવાનું મન થાય છે, પણ તમને શું, તમને તો એક ગર્લફ્રેન્ડ ક્યાં જોઈએ છે, 4-5 જોઈએ છે.”
પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને મહિલાના પતિ અભિષેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ દહેજ માટે ઉત્પીડન અને ઘરેલુ ઝઘડાને મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે. કમલા નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે મહિલાના નિવેદન અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અલ્હાબાદ હાઈકોર્ટનો મહિલા અને વકીલ સામે ખોટા બળાત્કાર અને અન્ય કેસ દાખલ કરવા બદલ CBI તપાસનો આદેશ
આ પણ વાંચો:અલ્હાબાદ હાઈકોર્ટે ચર્ચાસ્પદ ચૂકાદો, જીજા પુખ્ત વયની સાળી સાથે સંબંધ બાંધે તો દુષ્કર્મ ન ગણાય
આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય