Political/ રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે ઘમાસાન, ધારાસભ્યોની બેઠક રદ,પાયલોટ વિરુદ્વ 92 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

કોંગ્રેસના ધારાસભ્યોની સાંજે 7 વાગ્યે નક્કી કરાયેલી બેઠક હવે રદ કરવામાં આવી છે. આ દરમિયાન ગેહલોતને ટેકો આપતા 92 ધારાસભ્યોએ સામૂહિક રાજીનામાની વાત કરી છે

Top Stories India

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે જબરદસ્ત રસાકસી ચાલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોની સાંજે 7 વાગ્યે નક્કી કરાયેલી બેઠક હવે રદ કરવામાં આવી છે. આ દરમિયાન ગેહલોતને ટેકો આપતા 92 ધારાસભ્યોએ સામૂહિક રાજીનામાની વાત કરી છે. તેઓ સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય પહેલા તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી.

હાલના સીએમ અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાના છે, તેથી તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડશે. હવે સચિન પાયલટને સીએમ બનાવવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ કોંગ્રેસ માટે આ નિર્ણય એટલો આસાન નથી. ગેહલોત જૂથના ધારાસભ્યો પાયલટને સીએમ બનાવવાનો વિરોધ કરી રહ્યા છે

ધારાસભ્યોએ અશોક ગેહલોતને પોતાના નેતા માન્યા છે. અગાઉ અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાએ ગેહલોતને સીએમ તરીકે જાળવી રાખવાની માંગ કરી હતી. તેમણે કહ્યું છે કે જો ધારાસભ્યોની ઇચ્છાના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે તો સરકાર યોગ્ય રીતે ચાલશે. જો આમ નહીં થાય તો સરકાર પડી જવાનો ભય છે.