Bollywood/ આમિર ખાન પરિવાર સાથે સાસણ ગીર સિંહ દર્શન કરવા પહોંચ્યા   

સિંહ સદન માં આમિર ખાને કોકો ડાયલ તેમજ હાઇટેક મોનિટર સેન્ટરની મુલાકાત લીધી હતી સિંહ અને રેડિયો કોલર દ્વારા કેવી રીતે મોનિટરિંગ કરાશે તે અંગે રહસ્ય માહિતી લઈ પ્રભાવિત થયા સાસણમાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન પરિવાર મિત્ર સાથે લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરશે.

Entertainment

@ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ – સાસણ

ફિલ્મ સ્ટાર આમિર ખાન આજે સાસણ આવી પહોંચ્યા હતા અને વહેલી સવારે પોતાના પરિવાર અને મિત્રો સાથે સિંહ જોવા વાઇલ્ડ લાઇફમાં ગયા હતા.

અલગ-અલગ ચાર રુટો ઉપર ૧૩થી વધારે સિંહો જાય અને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા અને પોતાના પત્ની કિરણ સાથે ની વર્ષગાંઠ ઉજવવા માટે તેઓ સાસણ આવ્યા હોવાનું જણાવ્યું હતું.  સિંહએ દેશનું ગૌરવ છે અને રોયલ એનિમલ છે અત્યાર સુધી શાસનની વાત સાંભળી હતી પરંતુ આજે તેનાથી પણ વધારે સુંદર દૃશ્ય જોઈને ખૂબ જ મજા આવી જશે હું તમામ લોકોને ગાડીમાં છે જરૂર જણાવીશ કે એકવાર સિંહ જોવા જરૂર આવો આવા પ્રકારનો લાવો ખૂબ ઓછો મળે છે.

 આમિર ખાન અને તેનો પરિવાર સાસણ ગીરમાં ફરવા માટે આવ્યો છે. ત્યારે આજે 11 વાગ્યે આમિર ખાન અને તેનો પરિવાર પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. હાલ આમિર ખાન અને તેનો પરિવાર ગીર જંગલમાં ફરવા માટે રવાના થયો છે.

સિંહ સદન માં આમિર ખાને કોકો ડાયલ તેમજ હાઇટેક મોનિટર સેન્ટરની મુલાકાત લીધી હતી સિંહ અને રેડિયો કોલર દ્વારા કેવી રીતે મોનિટરિંગ કરાશે તે અંગે રહસ્ય માહિતી લઈ પ્રભાવિત થયા સાસણમાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન પરિવાર મિત્ર સાથે લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરશે.ગીર જંગલમાં આ લાદક વાતાવરણ નો લાવો ખુલ્લી જીપ્સીમાં વહેલી સવારે સિંહ દર્શન કરી માંનયો હતો.

 શનિવારે પોરબંદર એરપોર્ટ (Porbandar Airport) પર આમિર ખાન (Aamir khan) અને તેનો પરિવાર ચાર્ટર ફ્લાઈટ દ્વારા પહોંચ્યો હતો. આજે રવિવારે, આમિર ખાન પોતાના પરિવાર સાથે વહેલી સવારે પ્રથમ ટ્રીપમાં ગીર સેન્ચ્યૂરીમાં (Sasan gir national park) સિંહ દર્શન કરવા ગયા છે. જ્યાં આમિર ખાનને જોવા માટે મોટી સંખ્યામાં તેના ચાહકો એકઠા થયા હતા. આમિર ખાન લગ્નની 15મી વર્ષગાંઠની (Marriage Anniversary) ઉજવણી કરવા પત્ની કિરણ રાવ (Kiran Rao) અને સંતાનો સહિત સાસણ ફરવા આવ્યો છે.

સાસણના ડીસીએફ તેમની સાથે સિહો ની મુલાકાતે ગયા હતા અને સિંહોની સાથે માલધારીઓ પણ કેવા પારિવારિક સભ્યોની જેમ રહે તેની જાણકારી આપી હતી સિંહ એ દેશનું ગૌરવ છે અને અમીરખાન સિંહ જોવાના  લાહવાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…