Rajkot News: રાજકોટમાં યુવતીનું વીજ કરંટથી મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. નિરાલી કાકડિયા વાહન લઈને જતી યુવતી નોકરી પરથી પરત ફરી રહી હતી, દરમિયાન ખુલ્લા પડેલા વીજળીના તારને અડકી જતા શોટ લાગ્યો હતો. વીજળીના વાયરને અડી જતાં કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. રાજકોટ તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અને પીજીવીસીએલની બેદરકારી દાખવતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં મવડીના હરિદ્વાર ગાઈઠ્સમાં બી-વિંગમાં રહેતી યુવતી નિરાલી વિવોદભાઈ કાકડિયા ઈકાલે સાંજે મામામવા રોડ પર જ્યારે નોકરી પરથી ઘરે પરત ફરી રહી ત્યારે તેનું વાહન અચાનક વીજળીના તારને અડી જતા શોટ લાગ્યો હતો.
માહિતી મુજબ જાહેરાત બોર્ડ નજીકના વીજ થાંભલા પાસેથી પસાર થતી વખતે અચાનક તેને પાણીમાંથી જોરદાર કરંટ લાગતાં બેભાન થઈ ઢળી પડી હતી અને મોત નિપજ્યું છે. રોડ પર વીજળીના તાર ખુલ્લા પડેલા હતા. ચોમાસાની ઋતુમાં ખુલ્લા પડેલા તારથી કોઈની જીંદગીનો અંત આવી શકે છે એ કદાચ પીજીવીસીએલ અને મનપાને ખબર નથી તેમ જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો: બનાસકાંઠા અને જૂનાગઢમાં થયેલા અકસ્માતમાં બેના મોત
આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 15નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી
