કરૂણ ઘટના/ ધારીમાં દિપડાના હુમલાથી બાળકીનું મોત, લોકોમાં ફેલાયો ભય

ધારીના જીરા ગામે મોડી રાત્રે ઘરમાં સૂતેલી ત્રણ વર્ષની બાળકીને દિપડાએ હુમલો કર્યા બાદ બાળકીને ખેંચીને લઈ ગયો હતોપરિવારે જાણ કરતા વન વિભાગ અને પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી.

Gujarat Others
બાળકીનું મોત
  • દિપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
  • ઘરમાં સૂતેલી બાળકી ઉપર દિપડાએ કર્યો હુમલો
  • દિપડાના હુમલામાં ત્રણ વર્ષની બાળકીનું મોત
  • ધારીમાં દિપડાના હુમલા વધતા લોકોમાં ભય

અમરેલીના ધારીમાં દિપડાએ બાળકી પર હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યુ છે.ધારીના જીરા ગામે મોડી રાત્રે ઘરમાં સૂતેલી ત્રણ વર્ષની બાળકીને દિપડાએ હુમલો કર્યા બાદ બાળકીને ખેંચીને લઈ ગયો હતોપરિવારે જાણ કરતા વન વિભાગ અને પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી.બાદમાં ઘણી દૂરથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ધારી સિવિલ લઈ જવામાં આવ્યો હતો.છેલ્લા કેટલાક સમયથી ધારીમાં દીપડાના હુમલા વધતા લોકોમાં ભય ફેલાયો છે.

આ પહેલા પણ બની હતી આવી ઘટના

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં અહીં ની ભૌગોલિક સ્થિતિને લઈ અવારનવાર દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક વધુ ઘટના ઘોઘંબાના વાવકુલ્લી ગામના બારીયા ફળિયામાં બની છે. કાળુભાઇ બારીયા પોતાના પરિવાર સાથે જંગલ વિસ્તાર નજીક પોતાના ખેતરમાં કાચું મકાન બનાવી રહે છે. જેઓ શુકવારની રાત્રિએ પોતાની પત્ની જશોદાબેન અને આઠ માસના માસૂમ દીકરા મયુર સાથે રોજિંદા ક્રમ મુજબ સુઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના દીકરા મયુરને સ્તનપાન કરાવવા માટે તેની માતા જશોદા બેન જાગી ગયા હતા અને પોતાના વ્હાલ સોયા દીકરાને ખોળામાં લઇ સ્તનપાન કરાવી રહ્યા હતા, ત્યારે અચાનક જ દીપડો તેઓ પાસે પહોંચી ગયો હતો અને જશોદાબેન કંઈપણ સમજે એ પહેલાં જ દીપડો તેઓના ખોળામાંથી આઠ માસના લાડકવાયાને શિકાર બનાવી જંગલ તરફ ભાગ્યો હતો.

માતાએ ખેતર સુધી પીછો કરવા છતાં દીપડાનો ક્યાંય પતો લાગ્યો ન હતો. બીજી તરફ, જશોદાબેનની બૂમથી સ્થાનિક લોકો મદદે આવી ગયા હતા. આ તરફ જશોદાબેનના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યુ હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિ વન વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ આવીને બાળકીની શોધખોળ કરી હતી.

આખરે ખેતરમાં આવેલ ઘર નજીક નાની ડુંગરી પરથી આઠ માસના મયુરનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ દીપડાએ શિકાર કરીને તેનુ માથુ ફાડી ખાધુ હતું.

આ પણ વાંચો:રાખી સાવંત બની ડોક્ટર, MBAની ડિગ્રી જોઈને યુઝર્સે કહ્યું- દર્દી પહેલા જ મરી જશે

આ પણ વાંચો:12 વર્ષના છોકરાએ રસોડામાં બનાવ્યો દારૂ, તેને સ્કૂલે લઈ ગયો અને મિત્રને આપ્યો, પછી…

આ પણ વાંચો: ભૂકંપથી નેપાળના લોકો સ્તબ્ધ, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા, બિહારમાં પણ અનુભવાયા આંચકા