gujarat rain/ ખેડૂતો માટે સારા સમાચાર,ગુજરાતમા વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે.જી હા…હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે.

Gujarat Top Stories Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 06T120238.328 ખેડૂતો માટે સારા સમાચાર,ગુજરાતમા વરસાદની આગાહી

Gujarat Rain News: રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે.જી હા…હવામાન વિભાગે આગામી 6 દિવસ વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે હાલ આટલી ગરમી પડી રહી છે આ દરમિયાન વરસાદનું આગમન ગરમી માંથી રાહત આપશે.આપને જણાવી દઈએ પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.જાણકારી અનુશાર  7 થી 12 જૂન સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જેના પગલે ગુજરાતના અનેક જીલ્લામાં મુશળધાર વરસાદ વરસશે. IMD મુજબ, મંગળવારે 41.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હીટવેવનું જોર ઘટ્યા બાદ શહેરીજનોને રાહત મળી છે. સાથે દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાવાથી ગરમીથી લોકોને હાશકારો થયો છે. વરસાદ શરૂ થતાં ગરમીની વિદાય થશે.

ત્યારે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેમજ આજે દાહોદ, તાપી, ડાંગમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. તેમજ સાથે સાથે વલસાડ, નવસારીમાં પણ વરસાદ પડી શકે છે.

માહિતી મુજબ 12 જૂન સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રહેશે, જેથી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં મેઘાનું અનુમાન કરવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં પણ વરસાદ યથાવત્ રહેશે. 8 જૂને દાહોદ, પંચામહાલ, આણંદ, છોટા ઉદેપુરમાં આગાહી કરાઈ છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, દાદરા નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારીમાં મેઘરાજા વરસશે. 9 થી 11 જૂને અમદાવાદ, ખેડા, આણંદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ

આ પણ વાંચો:રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ કરી તોડ

 આ પણ વાંચો:જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત