'paperless' US visa/ અમેરિકા જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશ ખબર, ‘પેપરલેસ’ થશે અમેરિકી વિઝા

બાયડેન સરકારે paperless’ US visa પાયલોટ પ્રોજેક્ટ સફળતા રીતે પૂર્ણ કર્યો હોવાનો દાવો કર્યો છે. જો કે આ પાયલોટ પ્રોજેક્ટ અમલી થવામાં 18 મહિના કે તેનાથી વધુ સમય લાગી શકે છે.

Top Stories World
મનીષ સોલંકી 2023 11 30T132348.253 અમેરિકા જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશ ખબર, 'પેપરલેસ' થશે અમેરિકી વિઝા

અમેરિકા જવા ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ભારતીયોને વિઝા માટે કરાતા પેપર વર્કમાંથી છુટકારો મળશે. ટૂંક સમયમાં અમેરિકી વિઝા ‘પેપરલેસ’ થશે. અમેરિકા જવા પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાડવા કે ચોંટાડવાની જરૂર નહીં પડે. બાયડેન સરકાર દ્વારા ‘પેપરલેસ’ (‘paperless’ US visa) વિઝાને લઈને પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને સફળતા મળી હોવાનો અમેરિકી સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. બાઈડેન સરકારે તાજેતરમાં ડબલિનમાં રાજદ્વારી મિશનમાં નાના પાયે કરવામાં આવેલ ‘પેપરલેસ વિઝા’  (‘paperless’ US visa) પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અને હવે આ પ્રોજેકટનો વિસ્તાર કરવામાં આવશે તેમ એક સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી.

ભારતીયો મોટાભાગે વિદેશમાં સ્થાયી થવા સૌ પ્રથમ અમેરિકાને પસંદ કરે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેને પણ લોકો પસંદ કરવા લાગ્યા છે. છતાં આજે પણ  ભારતીયોની પ્રથમ પસંદ અમેરિકા છે. આ બાબતને ધ્યાને લઈને યુનાઇટેડ સરકાર દ્વારા વિઝાને લઈને પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. પેપર લેસ વિઝામાં પ્રક્રિયા સમાન રહેશે પરંતુ ભૌતિક વિઝાનું સ્થાન ડિજીટલ વિઝા લેશે. એટલે કે વિઝા પર લગાવવામાં આવતા સ્ટેમ્પ કે મોહર લગાવવાની પણ જરૂરત નહી પડે. આ લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે. પેપર લેસ વિઝા એટલે કે ઇ-વિઝા સેવા અમલી થવામાં 18 મહિનાથી વધુનો સમય લાગી શકે.

તાજેતરમાં બાયડેન સરકાર દ્વારા હાથ ધરેલ પેપર લેસ વિઝાના ((‘paperless’ US visa)) પાયલોટ પ્રોજેક્ટના સમાપનની જાહેરાત કરી હતી. આગામી સમયમાં બાયડેન સરકારનું આ પગલું પરિવર્તન માટે મહત્વનું બની રહેશે. અમેરિકા જવા ઇચ્છતા કોઈપણ ભારતીયને આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદથી ફિઝીકલ વિઝાની જરૂરત નહી પડે.  વિઝા કાગળ રહિત બનતા અરજદારોની વિઝાને લઈને ચિંતા ઓછી થશે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો અમેરિકા જવા ઈચ્છે છે. તેમાં મોટી સંખ્યામાં ટેકનિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ છે. પરંતુ પેપર વર્કના કારણે આ લોકો વિઝા માટે વધુ રાહ જોવી પડે છે. તેમજ બિઝનેસ અને ટુરિઝમ માટે આપવામાં આવતા ટૂરિસ્ટ વિઝામાં પણ પેપર વર્કના કારણે કંપનીઓને નિયત સમય કરતા વધુ સમય લાગતા નુકસાન થાય છે. આ જ કારણો સર બાયેડન સરકાર ભારતીયો માટે ઇ-વિઝા સેવા અમલી કરવા જઈ રહી છે.