New Delhi News/ સ્થૂળતાથી પીડાતા લોકો માટે ખુશખબર! અમેરિકાની કંપનીએ ભારતમાં લોન્ચ કરી વજન ઘટાડવાની દવા

નિષ્ણાતોએ આવી દવાઓના ઉપયોગ અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે.

India Trending

Health News: સ્થૂળતા(Obesity)થી પીડાતા ભારતીયો માટે સારા સમાચાર છે. અમેરિકા (USA)ની દવા (Medicine) ઉત્પાદક એલી લિલી એન્ડ કંપની (Eli Lilly and Company)એ ગઈકાલે ભારત (India)માં તેની વજન ઘટાડવા (Weight loss)ની દવા મૌન્જારો લોન્ચ કરી. આ દવા પહેલાથી જ પશ્ચિમી દેશોમાં વ્યાપકપણે વેચાઈ રહી છે. સ્થૂળતા અને તેનાથી સંબંધિત ટાઇપ-2 ડાયાબિટીસ ભારતમાં એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. આ દવા અઠવાડિયામાં એકવાર ઇન્જેક્શન તરીકે આપવાની છે. 5 મિલિગ્રામ ડોઝની કિંમત 4375 રૂપિયા છે. તે જ સમયે, 2.5 મિલિગ્રામ માટે 3500 રૂપિયા ખર્ચવા પડશે.

UK health minister: Lilly's weight-loss drug to benefit thousands of obese  Britons

મૌન્જારો (Mounjaro)નું રાસાયણિક નામ ટિર્ઝેપેટાઇડ છે. ભારતના સેન્ટ્રલ મેડિસિન સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ 16 જૂન, 2024 ના રોજ આયાત અને વેચાણ માટે મંજૂરી આપી હતી. આ દવાએ ક્લિનિકલ ટ્રાયલ્સમાં વજન ઘટાડવાની અસરો દર્શાવી છે. કંપનીના મતે, સંશોધનમાં ભાગ લેનારા પુખ્ત વયના લોકોએ 72 અઠવાડિયા દરમિયાન આહાર અને કસરત સાથે 5 મિલિગ્રામની માત્રા પર સરેરાશ 21.8 કિલો અને ઓછામાં ઓછી માત્રા પર 15.4 કિલો વજન ઘટાડ્યું.

મૌન્જારો પહેલાથી જ યુએસ, યુકે અને યુરોપિયન બજારો (Europian Market)માં લોકપ્રિય બની ગયું છે. CDSCO તરફથી મંજૂરી મળ્યા પછી, ભારતીય દર્દીઓએ વ્યક્તિગત ઉપયોગ માટે આ દવા આયાત કરવાનું શરૂ કર્યું. ભારતમાં, 2.5 મિલિગ્રામ ડોઝના ચાર શોટના એક મહિનાના કોર્સનો ખર્ચ લગભગ 14,000 રૂપિયા છે, જ્યારે યુકેમાં ભારતીય ચલણમાં તેની કિંમત 23,000 થી 25,000 રૂપિયાની વચ્ચે છે.

Eli LIlly Obesity Drug Zepbound Available In US Pharmacies - European  Pharmaceutical Manufacturer

ભારતમાં લગભગ 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે. આ પુખ્ત દર્દીઓમાંથી લગભગ અડધા દર્દીઓને અપૂરતી સારવાર મળી રહી છે. આ કારણે, તેમનું બ્લડ સુગર નિયંત્રણ સારૂં ગણાતું નથી. સ્થૂળતા 200 થી વધુ રોગો સાથે જોડાયેલ છે, જેમાં હાઇપરટેન્શન, ડિસ્લિપિડેમિયા, કોરોનરી હૃદય રોગ અને અવરોધક સ્લીપ એપનિયાનો સમાવેશ થાય છે. તે ડાયાબિટીસ માટે એક મુખ્ય જોખમ પરિબળ છે.

Lilly weight-loss pill orforglipron could get FDA approval in 2026, CEO  Dave Ricks says | Fortune Well

લિલી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર વિન્સલો ટકરે જણાવ્યું હતું કે, “સ્થૂળતા અને ટાઇપ 2 ડાયાબિટીસનો બોજ ભારતમાં ઝડપથી એક મોટો જાહેર આરોગ્ય પડકાર બની રહ્યો છે. લિલી આ રોગોના નિવારણ અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ઉદ્યોગ સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.”

નિષ્ણાતોએ આવી દવાઓના ઉપયોગ અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે. દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ના એન્ડોક્રિનોલોજી વિભાગના વડાએ તબીબી દેખરેખ વિના ઉભરતી સ્થૂળતા વિરોધી દવાઓના ઉપયોગ સામે ચેતવણી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: