Not Set/ ઇલેક્ટ્રીક કારની માંગ કરી રહેલા લોકો માટે શુભ સમાચાર, સસ્તી થશે ઇલેક્ટ્રીક કાર

દેશમાં ઇલેક્ટ્રીક કારો પર લોકોનું વધુ ધ્યાન જઇ રહ્યુ છે, જેને લઇને કાર નિર્માતાઓ ઇલેક્ટ્રીક કારો બનાવવામાં વધુ જોર આપી રહ્યા છે. જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તક તમારા હાથમાંથી નીકળવી જોઈએ નહીં, કારણ કે ઘણી કાર કંપનીઓએ ઇલેક્ટ્રિક કારો પર જીએસટી ઓછી થયા બાદ કિંમતોમાં ઘટાડો કર્યો છે. મહિન્દાએ […]

Tech & Auto
BMW i3 charging port ઇલેક્ટ્રીક કારની માંગ કરી રહેલા લોકો માટે શુભ સમાચાર, સસ્તી થશે ઇલેક્ટ્રીક કાર

દેશમાં ઇલેક્ટ્રીક કારો પર લોકોનું વધુ ધ્યાન જઇ રહ્યુ છે, જેને લઇને કાર નિર્માતાઓ ઇલેક્ટ્રીક કારો બનાવવામાં વધુ જોર આપી રહ્યા છે. જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તક તમારા હાથમાંથી નીકળવી જોઈએ નહીં, કારણ કે ઘણી કાર કંપનીઓએ ઇલેક્ટ્રિક કારો પર જીએસટી ઓછી થયા બાદ કિંમતોમાં ઘટાડો કર્યો છે.

મહિન્દાએ વેરિટોની કિંમતમાં ઘટાડો કર્યો

મહિન્દ્રાએ તેની ઇલેક્ટ્રિક કાર ઇ વેરિટોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ ઇ-વેરિટો સસ્તી થઈ ચુકી છે, જણાવી દઇએ કે, ઇ-વેરિટોનાં ભાવમાં 80 હજાર રૂપિયા ઘટાડો થયો છે, હવે આ ઇલેક્ટ્રિક કારની કિંમત 10 લાખ 71 હજાર રૂપિયા થઇ ગઇ છે. મહિન્દ્રા ઇ-વરિટો હાલમાં દિલ્હીની ઘણી સરકારી કચેરીઓમાં ચાલી રહી છે, શક્ય છે કે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક કારનાં ભાવમાં વધુ ઘટાડો આવે.

કઈ કંપનીએ કેટલી કિંમત ઘટાડી

ટાટા મોટર્સે તેની ઇલેક્ટ્રિક કાર ટિગોર ઇવીની કિંમત 80 હજાર રૂપિયા સુધી ઘટાડવાનો નિર્ણય લીધો છે. દિલ્હીનાં એક્સ શોરૂમમાં ટાટા ટિગોરની કિંમત, જે અગાઉ રૂ 12.35 લાખથી 12.71 લાખ હતી, તે હવે ઘટીને 11.58 લાખ 11.92 લાખ રૂપિયા થઈ ગઈ છે, જેનાથી તેનું વેચાણ વધવાની સંભાવનાઓ છે. ટાટા ટિગોર એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર છે જે એક જ ચાર્જ પર 125 કિલોમીટર સુધી ચાલી શકે છે. તે 6 થી 8 કલાકમાં સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં આવે છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે કંપની ટાટા ટિગોરનું નવું ઇલેક્ટ્રિક વર્ઝન લાવવાની વિચારણા કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જીએસટી કાઉન્સિલે ઇલેક્ટ્રિક કારો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા અને ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશન પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. જો આપ આ કાર લેવાના ઇચ્છુક છો તો નજીકનાં શો રૂમમાં જઇને ઇલેક્ટ્રીક કાર વિશે વિશેષ માહિતી મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.