Surat News : SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓને માહિતી મળી હતી કે સુરત વ્યારા રોડ પર ધુલડા ગામ પાસેથી ટ્રકમાં ગાજાનો જથ્થો લઈને કેટલાક શખ્સો પસાર થવાના છે. જેને આધારે પોલીસે અહીં વોચ રાખીને ટ્રક અટકાવી હતી. તપાસ કરતા ટ્રકમાંથી રૂ. 6,79,200 ની કિંમતનો 69.920 કિગ્રા ગાંજાનો જથ્થો મળી ાવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો અને ટ્રક મળીને કુલ રૂ. 27,25,850 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તે સિવાય પોલીસે ટ્રક ડ્રાઈવર ફરાન ઉર્ફે સાહિલ હાજીભાઈ મેતર, ટ્રક ક્લીનર જયદીપ વિનુભાઈ પખવાડીયા અને ટ્રક માલિક રજાક રહીમ અલ્લારખા સૈયદની ધરપકડ કરી હતી.તપાસમાં આરોપીઓ કોલકાતા ટ્રકમાં સામાન ભરીને ગયા હતા અને વળતી વખતે કોલકાતાથી લોખંડની પાઈપો ભરીને સુરત લાવવાની હતી. જેની આડમાં ઓડીશા રાજ્યના બૌધ્ધગઢથી વિશાલ નામના શખ્સ પાસેથી પ્રતિબંધક માદક પદાર્થનો જથ્થો ભરીને લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
ગાંજાનો આ જથ્થો અમરેલીના રાહીલ રહીમભાઈ ગંડારીયાે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.જેને પગલે પોલીસે ગાંજાનો જથ્થો મોકલનાર અને મંગાવનારા શખ્સો સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:ભરૂચમાં શેરડીના ખેતરમાંથી 7 દિવસમાંથી 3 માનવ કંકાલ-મૃતદેહ મળતા ચકચાર
આ પણ વાંચો:સુરતમાં ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું, રહસ્યમય મૃત્યુની તપાસ શરૂ
આ પણ વાંચો:સુરતમાં મળી આવ્યું માનવ કંકાલ…જાણો ક્યાં…કેવી રીતે…, જાણો શું છે મામલો?
