PM કિસાન યોજના/ સરકારે ખેડૂતોને આપી વધુ એક સુવિધા, હવે આ મોબાઈલ એપ દ્વારા સરળતાથી થશે KYC

PM કિસાન યોજના દેશમાં કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાં પીએમ કિસાન યોજના સામેલ છે. આ યોજનામાં ખેડૂતોને દર 4 મહિને હપ્તો મળે છે. આ માટે ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. સરકારે એક નવી એપ લોન્ચ કરી છે, આ એપ દ્વારા ઈ-કેવાયસી સરળતાથી થઈ જશે.

Top Stories Business
PM Kishan

દેશમાં ખેડૂતોની આર્થિક સુવિધા માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનામાં સરકાર ખેડૂતોને એક નિશ્ચિત રકમ આપે છે, જેનો ઉપયોગ ખેડૂતો તેમની ખેતી માટે કરે છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજનામાં ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. મતલબ કે આખા વર્ષ દરમિયાન 6,000 નો હપ્તો મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતોએ તેમનું ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે.

સરકારે હવે ઈ-કેવાયસી માટે એક એપ પણ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ખેડૂતો હવે સરળતાથી ઈ-કેવાયસી કરી શકશે. ઘણા લોકો ઇ-કેવાયસી માટે ખેડૂતો પાસેથી પૈસા પણ લેતા હતા, સાથે જ સરકારને આ યોજના હેઠળ ઘણા ફેક ન્યૂઝ પણ સાંભળવા મળ્યા હતા, જેના કારણે ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ખાસ એપનું નામ પીએમ – કિસાન મોબાઈલ એપ છે. આ સંપૂર્ણ ફેસ ઓથેન્ટિકેશન ફીચર એપ છે. આ એપમાં ખેડૂતોના ચહેરાની ચકાસણી કરવામાં આવે છે. જે બાદ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે. હવે આ એપથી પાસવર્ડ અને ફિંગરપ્રિન્ટની ઝંઝટ પૂરી થઈ ગઈ છે.

આ એપથી એવા ખેડૂતોને પણ ફાયદો થશે જેમના મોબાઈલ નંબર આધાર સાથે જોડાયેલા નથી. હવે તેઓ આ એપ દ્વારા ઈ-કેવાયસી કરીને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

3 લાખ ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું છે

અત્યાર સુધીમાં 3 લાખ ખેડૂતોએ આ એપ દ્વારા ઈ-કેવાયસી કરાવ્યું છે. આ એપ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી છે. આ એપ દ્વારા ખેડૂતો પોતાની સાથે સાથે અન્ય ખેડૂતોને પણ મદદ કરી શકે છે. સરકારના જણાવ્યા અનુસાર આ એપ દ્વારા ખેડૂતોનો તમામ ડેટા સરકાર પાસે ઉપલબ્ધ રહેશે. જેના કારણે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

પીએમ-કિસાન મોબાઈલ એપની વિશેષતાઓ

તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો . આ એપ દ્વારા ખેડૂતો અનેક પ્રકારની માહિતી મેળવી શકે છે. આ એપથી હવે ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળ બની ગઈ છે. હવે ખેડૂતો ઘરે બેસીને તેમનું ઈ-કેવાયસી કરાવી શકશે.

આ પણ વાંચો:કોણ છે ‘પુતિનના શેફ’ યેવગેની પ્રિગોઝિન, રશિયન સૈન્યનો નાશ કરવાના લીધા શપથ; શું છે વેગનર ગ્રુપ

આ પણ વાંચો:તિનની જીદ હવે પડશે ભારે? ખાનગી આર્મી વેગનરે કર્યો બળવો, મોસ્કોમાં હાઇ એલર્ટ

આ પણ વાંચો:સ્પેસ સેક્ટરમાં ભારત અને અમેરિકાના સંયુક્ત સાહસ માટે જબરજસ્ત ‘સ્પેસ’: મોદી

આ પણ વાંચો:ભારત મધર ઓફ ડેમોક્રેસી અને અમેરિકા લોકશાહીનું ચેમ્પિયન