New Delhi : સરકારે સોમવારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. એક અખબારી સૂચનામા નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા અધ્યક્ષ માટે 17 ફેબ્રુઆરી સુધીમાં અરજી આમંત્રિત કરી છે. સેબીના વર્તમાન ચેરપર્સન માધાબી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. તેમણે 2 માર્ચ, 2022ના રોજ કેપિટલ માર્કેટ રેગ્યુલેટરના ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
આર્થિક બાબતોના વિભાગે જણાવ્યું હતું કે, “ભારત સરકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), મુંબઈમાં ચેરમેનની જગ્યા ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોને અરજીઓ આમંત્રિત કરે છે. નિમણૂક ચાર્જ સંભાળ્યાની તારીખથી નિમણૂક કરનારની 65 વર્ષની વય સુધી પહોંચે ત્યાં સુધી મહત્તમ પાંચ વર્ષના સમયગાળા માટે, જે વહેલું હોય તે માટે કરવામાં આવશે.”

પગારના સંદર્ભમાં, મંત્રાલયે કહ્યું કે નિમણૂક કરનારને 5,62,500 રૂપિયાનો એકીકૃત પગાર ચૂકવવામાં આવશે. મંત્રાલય મુજબ પગાર મેળવવા માટે બે વિકલ્પો છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ દ્વારા પોસ્ટ કરાયેલ નવી સેબી ચીફ પોસ્ટની જાહેરાત
– પગારઃ 5,62,500/-
– પ્રાધાન્યમાં 50 વર્ષથી ઉપરની ઉંમર હોવી જોઈએ
– 17 ફેબ્રુઆરી, 2025 સુધીમાં અરજી કરવી
તેમાં કહેવામાં આવ્યું છે કે, “ચેરમેન પાસે પગાર મેળવવાનો વિકલ્પ હશે – a) ભારત સરકારના સચિવને સ્વીકાર્ય; અથવા b) દર મહિને રૂ. 5,62,500 નો કોન્સોલિડેટેડ પગાર હશે.
આ પણ વાંચો: અદાણી ગ્રૂપ સામે અમેરિકામાં કેસઃ હવે સેબીના રડાર પર પણ છે, માહિતી છુપાવવા માટે માગ્યા જવાબો
આ પણ વાંચો: સેબી અધ્યક્ષ મામલે નવો ઘટસ્ફોટ, કોંગ્રેસ નેતા જયરામ રમેશે કર્યું ટ્વીટ
આ પણ વાંચો: સેબીએ Paytmના સંસ્થાપક વિજય શેખર શર્માને આપી નોટીસ, કંપનીના શેરો ગગડયા
