1 એપ્રિલથી આસામના તમામ સરકારી મદ્રેસા બંધ કરવામાં આવી રહ્યા છે. આવી 620 થી વધુ સંસ્થાઓને સામાન્ય શાળાઓમાં રૂપાંતરિત કરવામાં આવશે. રાજ્ય સરકારે ધર્મનિરપેક્ષ સ્વભાવને કારણે ધાર્મિક શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનું બંધ કરી દીધું છે. 1 ડિસેમ્બરે રાજ્ય સરકારે વિધાનસભામાં એક કાયદો પસાર કર્યો હતો, જે અંતર્ગત રાજ્યના તમામ મદ્રેસાઓને સરકારી ખર્ચ દ્વારા સંચાલિત સામાન્ય શાળાઓમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયનો અમલ 1 એપ્રિલથી થશે.
AHEMEDABAD / રસીકરણમાં પણ ઉદ્યોગપતિઓનું સેટિંગ, ડોક્ટરના સ્ટાફના નામે રસી મેળવતા ચકચાર
રાજ્ય સરકારે ધાર્મિક શિક્ષણ માટે આર્થિક સહાય કરી બંધ
આસામના શિક્ષણ અને નાણાં પ્રધાન હેમંત બિસ્વા સરમાએ બુધવારે જણાવ્યું હતું કે આસામના રાજ્યપાલ જગદીશ મુખી દ્વારા આસામ રીપેલિંગ એક્ટ -2020 ને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો કે, રાજ્ય સરકાર ખાનગી સ્તરે કાર્યરત સેંકડો મદ્રેસાઓ અંગે નિર્ણય લેવાનો બાકી છે.સરમાએ ટ્વિટ કર્યું હતું કે આસામ સરકારનો આ નિર્ણય ઐતિહાસિક અને પ્રગતિશીલ છે. મદ્રેસા એજ્યુકેશન પ્રાંતિકરણ અધિનિયમ, 1995 અને આસામ મદ્રેસા શિક્ષણ અધિનિયમ, 2018 નાબૂદ કરવામાં આવ્યા છે. હવે તમામ સરકારી મદરેસાઓ સામાન્ય શાળાઓની જેમ કાર્ય કરશે. જોકે, કોંગ્રેસ સહિત રાજ્યના વિરોધી પક્ષો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
Prison / રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકાર નવલનીને ત્રણ વર્ષની જેલ, હિંસા ભડકવાના સંકેત
શિક્ષણ વિભાગનું કહેવું છે કે રાજ્યમાં સરકારી ખર્ચે વૈદિક શિક્ષણ આપતી સંસ્કૃત શાળાઓનો પણ સરકારી ટેકો નકારી કાઢવામાં આવશે અને આ શાળાઓ હવે કુમાર ભાસ્કરવર્મા સંસ્કૃતિ યુનિવર્સિટીને સોંપવામાં આવશે. સરકારે હજી સુધી આ મદ્રેસાઓના સંચાલન માટે દર વર્ષે 262 કરોડ ખર્ચ કરવો પડતો હતો.હકીકતમાં, ગુવાહાટી યુનિવર્સિટીના મુસ્લિમ પ્રોફેસર દ્વારા કરાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના માતા-પિતાને એ પણ ખબર હોતી નથી કે તેમના બાળકોને મદ્રેસાઓમાં સામાન્ય વિષયો ભણાવવામાં આવતા નથી. આસામમાં મદ્રેસા શિક્ષણની શરૂઆત 1934ની સાલમાં થઈ હતી, જ્યારે સર સૈયદ મહંમદ સદુલ્લાહ બ્રિટીશ શાસન દરમિયાન આસામના વડાપ્રધાન બન્યા હતા.
Corona vaccination / ભારતને મોટી સફળતા, સૌથી ઓછા સમયમાં 40 લાખ રસી કરણ કરાવનાર બન્યો પ્રથમ દેશ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
