Not Set/ સરકાર શાળાના બાળકોને શિક્ષણ ફી,પાઠય પુસ્તકો,ઓનલાઇન શિક્ષણમાં મોબાઈલ નિઃશુલ્ક આપે : અરજણ ભુડિયા,ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ

તે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવી જોઈએ તેમજ પૂરતા શિક્ષકોની નિમણુંક આપવી જોઈએ,તેમજ ઓનલાઇન શિક્ષણ જ્યાં પણ અપાઈ રહ્યું છે.  તે સ્થળોએ જે વિદ્યાર્થી મોબાઈલ ખરીદી શકતા નથી તેમને સરકારની યોજનામાં મોબાઈલ નિઃશુલ્ક અપાય તે જરૂરી બન્યું છે. 

Gujarat Others Trending
  • શિક્ષણ ક્ષેત્રે સરકાર તમામ વિદ્યાર્થીઓને રાહત આપે

હાલના મોંઘવારીના સમયમાં બાળકોને શિક્ષણ અપાવવું પણ હવે ખુબજ કપરું બની રહ્યું છે ત્યારે આ બાબતે સરકાર તમામ બાબતો પર ધ્યાન આપીને સત્વરે નિરાકરણ કરે તે જરૂરી છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના આગેવાન અરજણભાઈ ભુડિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રીને રજુઆત કરતા જણાવ્યું છે કે આજે મોટા ભાગની ખાનગી સ્કૂલોમાં જ્યારે શિક્ષણ ફી મોંઘી છે ત્યારે તેમાં રાહત અપાવવાની સાથે જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ આવેલી છે.  તે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવી જોઈએ તેમજ પૂરતા શિક્ષકોની નિમણુંક આપવી જોઈએ,તેમજ ઓનલાઇન શિક્ષણ જ્યાં પણ અપાઈ રહ્યું છે.  તે સ્થળોએ જે વિદ્યાર્થી મોબાઈલ ખરીદી શકતા નથી તેમને સરકારની યોજનામાં મોબાઈલ નિઃશુલ્ક અપાય તે જરૂરી બન્યું છે.

આ ઉપરાંત હાલ કોરોનાં કાળમાં મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક પરિસ્થિતિ ખુબજ વિકટ બની છે ત્યારે આ સમયમાં અભ્યાસ માટેના પાઠય પુસ્તકો,નોટબુકો,યુનિફ્રોમ સહિતની ચીજ વસ્તુઓના ભાવમાં સરકારે રાહત આપવી જોઈએ. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે ત્યારે અભ્યાસ ક્ષેત્રે આવતી તમામ બાબતો પર સરકાર રાહત આપે તે જરૂરી બની રહે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં કોરોના ના કહેર વચ્ચે છેલ્લા દોઢ વર્ષની શાળામાં વિધાર્થીઓની ગેરહાજરી વર્તાઈ રહી છે. વિધાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. અને મધ્યમ વર્ગીય પરિવાર માટે શ્લાની મસમોટી ફી સાથે ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનનો વધુ પડતો ખર્ચ ભોગવવા મજબુર બન્યા છે.  ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી માંગણી તદન વ્યજ્બીં અને આજના કોરોના કાળમાં બાળકો અને માધ્યમ વર્ગીય વાલીઓ માટે અનિવાર્યતા બની ચુકી છે.