- રૂપાણીજીનો જ્ઞાન શક્તિ દિવસ એટલે ” કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના”
- ગુરુઓનું શોષણ કરી વિશ્વગુરુ ના બની શકાય….
- સરકારને જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવાનો અધિકાર ત્યારે જ છે જયારે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસનાર
- શિક્ષકો ફિક્સ પગારના શોષણમાંથી મુક્ત થાય
- ભાજપ જાણે છે કે ” ભણશે ગુજરાત ” તો ભાજપને ઓળખી જશે ગુજરાત
ગુજરાત સરકાર આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારને પાંચ વર્ષ પુર્ન્થતા તેની ઉજવણીમાં લાગી છે. ઠેર્ત ઠેર વિવિધ કાર્યક્રમમો યોજાઈ રહ્યા છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ આ ઉજવણીને રાજકીય સ્વરૂપ અપાઈ રહ્યું હોય તેમ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. અને ભાજપની આ ઉજવણી ઉપર કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રહાર કરવામાં આવ્યા છે. જે અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહે જણાવ્યું છે કે, પોતાના મુખ્યમંત્રી પદે પાંચ વરસ પુરા થતાં થતાં વિજયભાઈને એટલુ તે જ્ઞાન પ્રાપ્ત થયુ છે કે એના ઓવરફ્લો માટે જ્ઞાન વહેંચશે. આ જ્ઞાન ક્યાંથી લાદ્યુ , કોને વહેચશે , જેને વહેચાશે તેઓને વિજયભાઈ અજ્ઞાની ગણતા હશે કે શું ? એ બધુ તો ઠીક પણ જ્ઞાન વહેચવાથી વધે એવુ ચોક્કસ કોઈએ રૂપાણી સાહેબને ઠસાવ્યુ છે એ નક્કી.
પહેલી ઓગસ્ટે વિજયભાઈની આ જ્ઞાનવહેંચણી પ્રસંગે શાળા કોલેજના વિદ્યાર્થીઓને અને ગુરૂજનોને રવિવારે રજા હોવા છતાં ખાસ ઉપસ્થિત રહેવા ફરજ પડાઈ છે. શું વિજયભાઈને શંકા છે કે ગુરૂજનોનું વિદ્યાર્થીઓને અપાતુ જ્ઞાન અપુરતુ છે ? કે પછી વિદ્યા કેવી રીતે અપાય એનું ડેમોસ્ટ્રેશન આપવા માગે છે ? જે હોય એ બસ જ્ઞાનગંગા વહે એ જરૂરી છે. આ જ્ઞાનસત્રમાં વિશેષ અતિથી તરીકે કોરોનાને મટાડવા ભાભીજીના પાપડના શોધકર્તા રાજસ્થાનના ભાજપ નેતાને ઉપસ્થિત રખાય તો સોનામાં સુગંધ ભળે. ગાય પર હાથ ફેરવવાથી કે ગૌમુત્ર છાંટવાથી કોરોના તો શુ કેન્સર પણ કેન્સલ થઈ જાય એવુ અગાધ જ્ઞાન આપનાર સાધ્વી પ્રજ્ઞાનો લાભ પણ સરકાર લઈ શકે. સમગ્ર તબીબી આલમ ને દવા કેમ શોધાય, કેમ અપાય, રોગ કેમ દૂર થાય એવુ તમામ જ્ઞાન આપનાર બાબા રામદેવનો આ બુદ્ધિવર્ધન કાર્યક્રમમાં હાજર રાખી શકાય. ગંગામાં ન્હાવાથી કોરોનાકવચ મળે તેવુ દિવ્ય જ્ઞાન ધરાવનાર રાવત સાહેબને કેમ ભુલાય ? બતકને પાણીમાં તરતાં મુકી ઓક્સીજન પેદા કરવાની જ્ઞાન નાવડી વહેતી મુકનાર વિપ્લવ દેવને જો વિજયભાઈ ભુલ્યા તો તે વિપ્લવ કરી દે તો નવાઈ નહી.
આસામ ભાજપના છાણ સુંઘી ગૌમુત્ર પીવાથી વેક્સીનના ડબલ ડોઝ જેટલી રોગ પ્રતિકારક શક્તિ મળે એ રીસર્ચ કરનાર સુમન હરિપ્રિયાનું લેક્ચર ગોઠવી શકાય. તડકા થીયરીવાળા અશ્વીની ચૌબે નો બુધ્ધિતાપ પણ ફેલાવી શકાય. આ લિસ્ટમાં છેલ્લા પણ આ તમામ જ્ઞાનીઓના કુલપતિ એવા નરેન્દ્રભાઈ વિના જ્ઞાનસત્ર અધુરૂ ગણાય. વાદળ વચ્ચે રડાર ના દેખાય અને ગટરના ગેસ પર ચા બને તેવુ અદભૂત જ્ઞાન રજુ કરનાર મોદીજી સત્રના શીરમોર થઈ શકે.
ખરેખર જે જ્ઞાન આપવાનુ માધ્યમ છે એવી શિક્ષણ સંસ્થાઓને વેપારની હાટડી બનાવી દેવાઈ છે.
શિક્ષકોને ખાડા ખોદવા, જનધન ખાતાના કે.વાય.સી. ઉઘરાવવા, રેશનીંગની દુકાને બેસાડવા, તીડ ઉડાડવા મોકલવા, મનરેગાના ખોદેલા ખાડા ગણવા મોકલવા સ્મશાને મડદા ગણવા જેવા કામોમાં જોતરી દેવાયા છે. પ્રવેશોત્સવ, ગુણોત્સવના ગતકડા અને ચિંતન શિબીરોના નાટકોમાં હજારો કલાક શિક્ષણના બરબાદ કરાય છે. મતદાર યાદી, વસ્તી ગણતરી , પોલીયો કે અન્ય રોગચાળાના સર્વે કરવાથી લઈને શિક્ષકો નવરા પડે તો સરકારી તાયફાઓ, આયોજનો અને મેળાવડાઓમાં ભીડ ભેગી કરવાનુ કામ સોંપી દેવાય. આ બધી બિન શૈક્ષણિક અને બિનજરૂરી પ્રવૃત્તિથી ગુરુઓ ફાજલ પડે તો ભણાવે ને ?
પરંતુ ભાજપ જાણે છે કે ભણશે ગુજરાત તો ભાજપને ઓળખી જશે ગુજરાત એટલે શિક્ષણને માત્ર તેમના મળતીયાઓની સંપતિ વધે એની હાટડી બનાવાઈ રહ્યું છે. ખરેખર ગુજરાતના યુવાનોને જ્ઞાન આપવુ જ હોય તો શિક્ષણના વેપારીકરણને અટકાવી શિક્ષણ પાછળ થતા ખર્ચને બિન ઉત્પાદક ખર્ચ નહી સમજી શિક્ષણ માફીયાઓથી મુક્ત કરવુ જોઈએ.
હમણાં જ ગુજરાત વિધાનસભાના માર્ચ -૨૧ ના સત્રમાં એક વિધાસભ્યના પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારના પોતાના જ જણાવ્યા મુજબ અને એક સર્વે મુજબ
1 . ગુજરાતના પ્રાથમિક શાળાના 80 ટકા બાળકોને ગુજરાતી વાંચતા નથી આવડતુ તેની શરમ અનુભવવાના બદલે જ્ઞાન સત્રના ગતકડા કરતી સરકારે આત્મશ્લાઘાથી બહાર આવવુ જોઈએ.
2 . 65% શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી.
3 . રાજ્યમાં 8000 શિક્ષકોની ઘટ છે. ગ્રામ્ય વિસ્તારની 6000 શાળાઓને તાળા મારવા પડ્યા છે.
4 . A-1 ગ્રેડ મેળવનાર આખા ગુજરાતમાં માત્ર 14 શાળા જ છે.
5. ખુદ સરકારી શાળાઓને સરકારી સર્વે બી ગ્રેડમાં મુકતી હોય ત્યારે 30682 સરકારી પ્રાથમિક શાળાઓનું આ પરિણામ ગુણોત્સવ જેવા ગતકડાઓની પોલ ખોલવા પુરતા છે.
6 . ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 18000 વર્ગખંડોની ઘટ છે.
7 . 2010 માં ગુજરાતમાં પહેલા ધોરણમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓ 16.30 લાખ હતા. 2020 માં દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં બેઠા 11.80 લાખ. તો 5 .50 લાખ વિદ્યાર્થીઓ વાયબ્રન્ટ, ગતિશીલ અને અડીખમ ગુજરાતમાં ક્યાં ગયા? ગુજરાતનો ” ડ્રોપ આઉટ ” રેટ સૌથી વધુ..
8 . ગુજરાતમાં દર 100 માં 70 દિકરીઓ ધોરણ 12 બાદ અભ્યાસ છોડવા મજબુર છે. ગ્રામ્ય વિસ્તારોમાં બાળકીઓના ધોરણ-12 પછીના ડ્રોપઆઉટ રેસીયોમાં દેશમાં ગુજરાતની સૌથી ખરાબ સ્થિતી છે. કેરલમાં આ ડ્રોપ આઉટ રેસીયો માત્ર 4.4% છે, જમ્મુ-કાશ્મીરમાં 20.5%, મહારાષ્ટ્ર – 33.1%, કર્ણાટક – 39.6% છે. જ્યારે ગુજરાતમાં ગુજરાત – 70.8% જેટલો ઉંચો છે.
9 . ૬૫ % આશ્રમશાળામા ગણીત-વિજ્ઞાનના શિક્ષક જ નથી….
10 . ગુજરાતમાં 13000 પ્રાથમિક શાળા બંધ કરવાનો નિર્ણય
11. ગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, આને જ કહેવાય વિકાસ.. ડિજિટલ ઇન્ડિયા..ની વાતો સામે અંધશ્રદ્ધા, બરબાદી, અધોગતિ, મુર્ખામી તરફ ગુજરાતને લઈ જઈ રહેલી ભાજપ. કદી ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓના સન્માન કર્યા નથી અને ભુવાઓના સન્માન કર્યા. શિક્ષણ મંત્રી ચુડાસમાજી ની હાજરીમાં ભૂવા ધૂણ્યા ને ચુડાસમાએ તેમનું સન્માન પણ કર્યું.. ભારતના બંધારણના અનુછેદ્દ 51 એ, (એચ) પ્રમાણે વૈજ્ઞાનિક અભગમ કેળવવામાં બાધારૂપ ન બને એવી સ્પષ્ટ જોગવાઈ છે. છતાં આ બન્ને મંત્રીઓએ તેનું ઉલ્લંઘન કર્યું છે.
12 . કોરોના કાળના માસ પ્રમોશન પહેલા 2020 ના ધોરણ-10 ના પરિણામ પહેલા 174 શાળાઓમાં પરીણામ સાવ શૂન્ય આવ્યું છે. 1839 શાળાઓમાં પરીણામ 30 ટકાથી નીચું આવ્યું છે.
13 . ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 1 .75 લાખ શિક્ષકો ધોરણ 12 સુધી જ ભણેલા છે.
14. ગુજરાતની એક યુનિવર્સીટીના કુલપતિ સ્વરક્ષણ માટે બાઉન્સર રાખતા.
15. ગુજરાતની એક યુનિવર્સીટીના કુલપતિ હીરો હોન્ડાના શો રૂમ વાળાને બનાવી દીધા છે.
