Gandhinagar News: ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો શરૂ થયો છે. સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો અનુભવાય છે જ્યારે બપોરના સમયે પણ ગરમીનો અનુભવ થાય છે. આમ, રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જો કે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગુજરાતમાં સૌથી ઓછું છે.
ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ
ગુજરાતમાં હાલ બેવડા હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે આખી રાત ઠંડી રહે છે જ્યારે બપોર અને સાંજે ગરમી રહે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુ ચાલી રહી છે ત્યારે શરદી-ખાંસી જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રીથી 27.2 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી અને ઓખામાં 27.2 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગે ઠંડી અંગે શું કરી આગાહી?
રાજ્યમાં ગરમી અને ઠંડીના અહેસાસ વચ્ચે હવામાન વિભાગે નવેમ્બરના અંત અને ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં હાડકાની ઠંડી પડશે. આથી લોકોએ થોડા દિવસોમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો પ્રારંભઃ વહેલી સવારે અને રાત્રે અનુભવાય છે ઠંડી
આ પણ વાંચો: અંબાલાલ પટેલે ઠંડીને લઈ કરી આગાહી, આ દિવસોમાં ગાજવીજ વરસાદ પડશે
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીની ધીમી શરૂઆત, આ રાજ્યોમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે