Video/ માઉન્ટ આબુમાં ગુજરાતી પ્રવાસીઓની દાદાગીરી, મારામારીનો વીડિયો વાયરલ

માઉન્ટ આબુના ચુંગી ટોલ નાકા પર ગુજરાતના પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે થયેલી છુટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

Gujarat Others
ગુજરાતી પ્રવાસીઓ

માઉન્ટ આબુના ચુંગી ટોલ નાકા પર ગુજરાતના પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે થયેલી છુટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે બાદ પોલીસે પણ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડીયામાં ખૂબ વાયરલ થયો છે. જો કે, ગુજરાતી યુવતીએ બાદમાં માફી પણ માંગી હતી. પણ કહેવાય છે કે, ટોલ ભરવાની બાબતે વિવાદ થતા બંને પક્ષના લોકો ઉશ્કેરાયા હતા.

આ પણ વાંચો:બનાસકાંઠામાં 4.0ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો ,લોકોને થયો ભયાનક ધરતીકંપ જેવો અનુભવ

મળતી માહિતી અનુસાર, માઉન્ટ આબુના ચુંગી નાકા પર બુધવારના રોજ બપોરે ગુજરાતથી મુસાફરો આવી રહ્યા હતા. ત્યારે એક કાર પણ ગુજરાતથી આવી હતી. જેમાં વાહનમાં બેસેલા મુસાફરો અને ટોલ કર્મીઓ વચ્ચે ટોલ આપવા મામલે બોલાચાલી થઈ હતી. તેના બાદ મામલો એટલો બિચક્યો હતો કે, પ્રવાસીઓએ ટોલ ટેક્સના રૂપિયા ફેંકીને આપ્યા હતા. આ પ્રવાસીઓએ ટોલના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી.

આ પણ વાંચો:જન્માષ્ટમીના તહેવારને લઈને વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે

આ માથાકૂટ લગભગ વીસેક મિનીટ સુધી ચાલી હતી. ત્યારે રસ્તા પર પણ લોકોના ટોળે ટાળા ઉમટા હતા. બાદમાં ટોલ કર્મચારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓએ આ ગુજરાતી પ્રવાસીઓ વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ અભદ્ર વર્તન કરવા બદલ આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:પૈસા ન હતા તો ખેતર વેચેની પિતાએ પૂરું કર્યું દીકરીનું સપનું, મૈત્રી પટેલ બની દેશની સૌથી યંગેસ્ટ કમર્શિયલ પાયલટ

આ પણ વાંચો:ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર દોઢ માસમાં જ 28 લાખનો ઓનલાઇન દંડ વસુલાયો

આ પણ વાંચો:પાટડીના અખીયાણા ગામે એસટી બસમાં મહિલાને દુ:ખાવો ઉપડતા 108માં રસ્તામાં જ સફળ ડીલેવરી કરાવી