Not Set/ જૂનાગઢ : 21 વર્ષના યુવકની જાહેરમાં હત્યા કરી દેવાઈ

જૂનાગઢ, જૂનાગઢમાં બનેલા એક હિચકારા બનાવમાં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે.શહેરમાં ભર બજારમાં 21 વર્ષના હમીર સુમરાની ગોળી અને તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરાઈ હતી.હમીર પર ચાર યુવકોએ હુમલો કર્યો હતો જેમાંથી બે સગીર હતા. હુમલો કરનાર યુવકોમાંથી એકને તો બનાવના સ્થળે જ પકડી લેવામાં આવ્યો હતો. અન્ય બે આરોપીઓને પણ એલ.સી […]

Top Stories Gujarat Others Trending

જૂનાગઢ,

જૂનાગઢમાં બનેલા એક હિચકારા બનાવમાં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે.શહેરમાં ભર બજારમાં 21 વર્ષના હમીર સુમરાની ગોળી અને તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરાઈ હતી.હમીર પર ચાર યુવકોએ હુમલો કર્યો હતો જેમાંથી બે સગીર હતા.

હુમલો કરનાર યુવકોમાંથી એકને તો બનાવના સ્થળે જ પકડી લેવામાં આવ્યો હતો. અન્ય બે આરોપીઓને પણ એલ.સી બી.પોલીસ એ પકડી પાડયા છે અને ૧ આરોપી ફરાર થયેલ છે જેમને પકડવા પોલીસ કાફલો દોડતો થયો છે

આ ચાર આરોપી માંથી ઇરફાન બૂચકા નામનો આરોપી ફરાર થયેલ છે.

પ્રાથમિક માહિતી મુજબ મરનાર વ્યક્તિ એ એક વર્ષ પહેલાં હુમલો કરનાર આરોપી પર હુમલો કરેલ હતો જેના કારણે તે કોમાંમાં જતો રહ્યો હતો જેનો બદલો લેવા જૂની અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી છે.

જે હથિયાર મર્ડર માં વપરાય છે તે પોલીસ એ કબ્જે કરેલ છે અને હાલ ફરાર આરોપી ને પકડવા પોલીસ શોધખોળ કરી રહી છે.

આ ઘાતકી બનાવ સી. સી ટીવી ફૂટેજ માં કેદ થઈ ગયો છે.