Gujarat News/ ગુજરાતમાં 144 અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ, અનેક જિલ્લાઓને મળ્યા નવા પ્રાંત અધિકારી

Gujarat Officers Transfer: ગુજરાત સરકારે વર્ગ-1 સંવર્ગના 144 અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જારી કર્યા છે. અનેક જિલ્લાઓમાં નવા પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર અને અન્ય મહત્વના પદો પર અધિકારીઓની નવી જવાબદારી નક્કી કરવામાં આવી છે.

Gujarat Top Stories
Gujarat Officers Transfer: વર્ગ-1ના 144 અધિકારીઓની બદલી

Gujarat News: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં વર્ગ-1 સંવર્ગના(Class 1 Officers) કુલ 144 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના (Gujarat Officers Transfer) આદેશો જારી કર્યા છે. મહેસૂલ વિભાગના આદેશ બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહત્વના પદો પર અધિકારીઓની જવાબદારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Gujarat Officers Transfer: એક જ જિલ્લામાં બદલાઈ જવાબદારી, કેટલાકને મળ્યો નવો જિલ્લો

સરકારના આદેશ મુજબ અનેક અધિકારીઓને તેમના હાલના પદ પરથી અન્ય જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. જ્યારે કેટલાક અધિકારીઓને એ જ જિલ્લામાં નવી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ બદલી પ્રક્રિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓના મહેસૂલી અને વહીવટી માળખામાં ફેરફાર જોવા મળશે.

બદલીના આદેશમાં પલક આર. ત્રિવેદીની સુરતમાંથી સાબરકાંઠા જિલ્લામાં બદલી કરવામાં આવી છે. તેઓ અગાઉ સુરત સ્ટેમ્પ ડ્યૂટી ડિવિઝન-1માં ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector Transfer) તરીકે ફરજ બજાવતા હતા. હવે તેમને ખેડબ્રહ્માના પ્રાંત અધિકારી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. બી. કે. રાઠોડને મહેસાણા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીના પદેથી બદલી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.

ભુજ ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા એ. બી. જાદવની બદલી કરીને મહેસાણા જિલ્લાના ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અલગ હુકમ દ્વારા વાય. પી. ગઢવીને ડેપ્યુટી કલેક્ટર-1, કલેક્ટર કચેરી દ્વારકાના પદેથી દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

2019 બેચના મામલતદાર કેતન ચાવડાને બઢતી

સરકારના હુકમમાં 2019 બેચના મામલતદાર વર્ગ-2 કેતન ચાવડાને પણ બઢતી આપવામાં આવી છે. તેમને મેટ્રિક્સ લેવલ-8ના પગાર ધોરણમાંથી વર્ગ-1 સંવર્ગના મેટ્રિક્સ લેવલ-10ના પગાર ધોરણમાં બઢતી આપવામાં આવી છે. આ બઢતીની ડિમ્ડ તારીખ 25 ઓક્ટોબર, 2024થી ગણવામાં આવશે અને તેમને ખાલી જગ્યા સામે નિમણૂક આપવામાં આવશે.


આ પણ વાંચો: રાજકોટમાં ગોઝારી ઘટના! એકને બચાવવા જતાં 3 બાળકો સહિત 4 લોકો પાણીમાં ડૂબતા મોત

આ પણ વાંચો: અમદાવાદમાં 7 લાખની કોપર ચોરીનો ભેદ ઉકેલાયો, AMCના નામે ફરતી ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો: રાજકોટમાં 16 વર્ષની સગીરાને ભગાડી અમદાવાદ લઈ ગયા, દુષ્કર્મ કેસમાં બે આરોપી ઝડપાયા