અમદાવાદ; દક્ષિણ ગુજરાતના સુરત શહેરની સ્મિમેર હોસ્પિટલમાં બનેલા રેગિંગ મામલાની ઘટનાના મામલામાં પાંચ રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાર્થીઓએ પોતાની રેગિંગની ફરિયાદ હોસ્પિટલના ડિનને કરી હતી જેમણે આ મામલાને એન્ટી રેગિંગ કમિટીને સોપ્યો હતો. આ પછી કમિટી દ્વારા સર્જરી વિભાગના પાંચ રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરની સ્મિમેર હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. મિતેશ, ડો. અંકિત. ડો. શાલીન સહિત પાંચ રેસિન્ડેટ ડોક્ટરો સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ સંદર્ભે આ મામલાને રેગિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવ્યો હતો. જે અંગે રેગિંગ કમિટી દ્વારા આ તમામ રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે રેગિંગ કમિટી દ્વારા ડો. રાજનને બે ટર્મ માટે સસ્પેન્ડ કરાયા છે. જયારે ડો. અંકિતને એક ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ ડોક્ટરને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરતમાં આવેલી સ્મિમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના ડોકટરો અને સર્જરી વિભાગના ડોક્ટરો વચ્ચે દર્દીને વોર્ડ બદલવાના મામલે બોલાચાલી હતી હતી. જેના કારણે મામલો બીચકયો હતો અને બંને વિભાગના તબીબો મારપીટ પર ઉતરી ગયા હતા.
જેમાં ઓર્થોપેડિક વિભાગના બે ડોકટરોએ સર્જરી વિભાગના પાંચ રેસિડેન્ટ ડોકટરો વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના અંતર્ગત હોસ્પિટલના સર્જરી વિભાગના પાંચ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના બે ડોક્ટરોનું કથિત રેગિંગ કર્યું હોવાની ઓર્થો વિભાગના બે ડોક્ટરો દ્વારા હોસ્પિટલના ડીનને ફરિયાદ કરવામાં આવી હતી.
હોસ્પિટલના ડીન દ્વારા આ ઘટનાની ફરિયાદને ગંભીરતાથી લઇને સમગ્ર મામલાની તપાસ એન્ટી રેગિંગ કમિટીને સોંપી હતી. જેના અંતર્ગત કમિટીએ આ પાંચ રેસિડેન્ટ ડોકટરોને કસુરવાર માન્યા હતા અને તેમને આ સજા કરી હતી.
