અમદાવાદ
બોલીવુડનો સ્ટાર અભિનેતા અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ પેડમેનના પ્રમોશન માટે અમદાવાદ આવ્યો હતો. અક્ષય કુમારે અમદાવાદના રાણીપ સ્થિત પીવીઆર થિયેટર ખાતે ફિલ્મનું ખાસ સ્ક્રીનીંગ કર્યું હતું, જેમાં અહીં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફિલ્મની ઝલક નિહાળી હતી. ફિલ્મના સ્ક્રીનીંગમાં સ્કુલના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યાં હતા. સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે પેડમેનને ટેક્સ ફ્રી કરવા માટે વિચારણાં કરવામાં આવશે.
The very first screening of #PadMan held today for school children. Grateful to hon. CM of Gujarat @VijayRupaniBJP ji and Minister Of State, @vibhavaridave ji for their support. @PadManTheFilm @sonamakapoor @radhika_apte @mrsfunnybones @SonyPicsIndia @kriarj #RBalki #9Feb2018 pic.twitter.com/CefqLvJqys
— Akshay Kumar (@akshaykumar) February 5, 2018
આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ મામલે ગુજરાત આગળ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પહેલી વખતે મહિલા અને બાળ કલ્યાણ મિનિસ્ટ્રી બનાવી હતી.

મહિલાના સ્વાસ્થ્યની ચિંતા કરતી જ ફિલ્મ લઇને અક્ષય કુમાર આવ્યા છે. ગુજરાતમાં તેમનું સ્વાગત છે. તેમણે પેડમેન ફિલ્મ માટે અભિનંદન પાઠવ્યા હતા. ખાસ કરીને તેમણે ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવા અંગેના પ્રશ્નોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, આ અંગે ચોક્કસથી વિચારવામાં આવશે.

ફિલ્મના સ્ક્રનીંગ સમયે રાજ્યના મંત્રી વિભાવરીબહેન દવે અને દિગ્દર્શક આર બાલ્કી પણ હાજર રહ્યાં હતા. અક્ષય કુમારે અમદાવાદમાં ફિલ્મના સ્ક્રીનીંગ અંગે ટ્વીટ પણ કરી હતી.
