Not Set/ અમદાવાદ/ આ ભુવો અનેક લોકોને રોગના ભોગ બનાવશે

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર માં આવેલા રામોલ-હાથીજણ વોર્ડના જશોદાનગર ચાર રસ્તા નારોલ – નરોડા હાઈવે પુલ નીચે એક જોખમી મોટો ભુવો પડી ગયેલ છે જે મ્યુનિસિપલ વૉટર પ્રોજેક્ટ તથા  ડ્રેનેજ પ્રોજેક્ટના ઝઘડામાં રિપેરિંગ કરવામાં આવતો નથી અહીયાં રાસ્કાની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થયેલ છે તેમજ મોટી ડ્રેનેજ લાઈન પણ બેસી ગયેલ છે. અહીયાં મુખ્ય ચાર […]

Ahmedabad Gujarat
mahiaapaap 14 અમદાવાદ/ આ ભુવો અનેક લોકોને રોગના ભોગ બનાવશે

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર માં આવેલા રામોલ-હાથીજણ વોર્ડના જશોદાનગર ચાર રસ્તા નારોલ – નરોડા હાઈવે પુલ નીચે એક જોખમી મોટો ભુવો પડી ગયેલ છે જે મ્યુનિસિપલ વૉટર પ્રોજેક્ટ તથા  ડ્રેનેજ પ્રોજેક્ટના ઝઘડામાં રિપેરિંગ કરવામાં આવતો નથી અહીયાં રાસ્કાની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થયેલ છે તેમજ મોટી ડ્રેનેજ લાઈન પણ બેસી ગયેલ છે.

અહીયાં મુખ્ય ચાર રસ્તા પર જોખમી મોટો કુવા જેવો ખાડો પડી ગયેલ હોવાથી સ્થાનિક રહીશો રાહદારીઓ વાહન ચાલકોને  જતા આવતા ડર લાગે છે અને આ ખાડા માંથી ગટરની તિવ્ર દુર્ગંધ આવતી હોવાથી આજુબાજુમાં સાત દિવસથી કોઇ ઉભુ રહી શકતુ નથી અને વેપારીઓને દુકાનમાં બેસવું ધંધો કરવો ભારે પડી ગયેલ છે અને બિમારી ફેલાય છે તેમજ જતા આવતા રાહદારીઓને મોઢા પર રૂમાલ રાખી નિકળવું પડે છે.

mahiaapaap 15 અમદાવાદ/ આ ભુવો અનેક લોકોને રોગના ભોગ બનાવશે

 કેટલાક લોકો અહીથી પસાર થતા આ દુર્ગંધના કારણે ઉલટી કરે છે હાલમાં જશોદાનગર આસપાસ વિસ્તારમાં પીવાના પાણીમાં આ ગટરનુ પાણી મિક્સ થઈ જતા પાણી ગંદુ આવે છે અને કેટલાક રહીશો બિમારીનો ભોગ બન્યા છે જેથી આ ભુવો તાકીદે મજબુતાઇથી રિપેરિંગ કરવા ફરી આવો પ્રશ્ન ના બને તે માટે તકેદારી પુર્વક કામ કરવા સ્થાનિક ધારાસભ્યશ્રી માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબને રહીશો તેમજ સ્થાનિક કોર્પોરેટર અતુલભાઈ પટેલ દ્વારા મ્યુ. કમિશ્નરને તાકીદે ચેપ્ટર -5 રૂલ 2 મૂજબ કામગીરી કરાવવા સુચના રજુઆત કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.