Not Set/ આ છે ગુજરાત મોડલ, ધો.10ની બોર્ડ પરીક્ષા ખુલ્લા શેડ નીચે આપે છે વિધાર્થીઓ

શિક્ષણનાં ઉંચા સ્તર માટે એક તરફ  સરકાર અનેક અભિયાન હાથ ધરી રહી છે ત્યારે બીજી તરફ શિક્ષણ વિભાગ ઘોર બેદરકારીથી વર્તી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે માદ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આણંદના જીલ્લાના બીલપાડ ગામની સરસ્વતી વિદ્યાલયમાં, SSC બોર્ડના કેન્દ્રમાં, વિધાર્થીઓ ખુલ્લા છાપરા નીચે પરીક્ષા આપતા મંતવ્ય ન્યૂઝ ના કેમેરામાં […]

Top Stories

શિક્ષણનાં ઉંચા સ્તર માટે એક તરફ  સરકાર અનેક અભિયાન હાથ ધરી રહી છે ત્યારે બીજી તરફ શિક્ષણ વિભાગ ઘોર બેદરકારીથી વર્તી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે માદ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આણંદના જીલ્લાના બીલપાડ ગામની સરસ્વતી વિદ્યાલયમાં, SSC બોર્ડના કેન્દ્રમાં, વિધાર્થીઓ ખુલ્લા છાપરા નીચે પરીક્ષા આપતા મંતવ્ય ન્યૂઝ ના કેમેરામાં કેદ થયાં હતાં.

શિક્ષણ વિભાગ દ્વારા જે પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવે તેની બેઠક વ્યવસ્થા માટે અનેક ટીમ દ્વારા ઊંડી તકેદારી લેવાતી હોય છે. પરંતુ આણંદ બિલપાડની સરસ્વતી સ્કુલના પરીક્ષા કેન્દ્રમાં ક્લાસરૂમ્સ વગર માત્ર શેડ-નેટ લગાવીને વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હતું.

શરમની વાત એ છે કે કાળઝાળ ગરમીમાં પંખાની ગરમ હવા વચ્ચે વિદ્યાર્થીઓ  મહત્વની બોર્ડ ની પરીક્ષાઓ આપી રહ્યા છે આ માટે શાળાના સંચાલક  ધ્વારા વર્ગખંડ વધારવા માટે જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ અધિકારી ધ્વારા કોઈપણ યોગ્ય પગલા લઈને ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પરિસ્થિતિઓ જોઇ લાગી રહ્યું છે કે ગુજરાતના શિક્ષણની હાલત હવે ધીરે ધીરે યુપી અને બિહારની શિક્ષણ જેવી બનતી જાય છે. અહીં શિક્ષણ વિભાગ અને સરકારી અધિકારીઓની સાંઠગાંઠ દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું હોય તેમ લાગે છે.