બનાસકાંઠા,
બનાસકાંઠાના થરાદમાં દારૂ ભરેલી કાર સાથે ઝડપાયેલા આરોપી સિધ્ધરાજસિંહ વાઘેલાનો વીડિયો વાયરલ થયો છે. હથકડી પહેરાવી દંડા વડે ફટકારવાનો વીડિયો વાયરલ થયો છે.
વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ કર્મીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે આરોપી સિધ્ધરાજસિંહ વાઘેલાને હથકડી પહેરાવામાં આવી. હથકડી પહેરાવ્યા બાદ સ્થાનિક લોકોની સામે જાહેરમાં માર મારવામાં આવ્યો.
સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે કે માર મારતા પોલીસ કર્મીઓમાં એએસઆઇ પ્રતાપ સિહ અને સાદા ડ્રેસમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણ સિંહ છે. જેઓએ કાયદાનો ભંગ કર્યો.
સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે કે ઝડપાયેલા આરોપી પાસેથી ભાગેડૂ આરોપીની માહિતી મેળવવા માટે માર મારવામાં આવ્યો.
