ગુજરાત ફાર્મા અને કેમિકલના ક્ષેત્રમાં હરણફાળ બની રહ્યું છે, પરંતુ બીજી તરફ રાજ્યમાં આવેલી કેમિકલ ક્ષેત્રની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે.
આ આગની ઘટનાઓની વચ્ચે હવે ભરૂચ જીલ્લામાં આવેલી ઝઘડીયા ખાતેની GIDC કંપનીમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યાં છે. જ્યાં ગેલેક્સી ડાયસ્ટફ કંપનીમાં આગ લાગી હોવાને કારણે 4 કામદારો દાઝી ગયા છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં બાળકીઓ ક્યાં સુધી બનશે દુષ્કર્મનો ભોગ? વંથલીમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર
આ પહેલાં 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના ચાંગોદર હાઇવે પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં પણ ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં આગ લાગતા દૂર-દૂર સુધી આગના ધુમાડાઓના ગોટેગોટાં વળ્યાં હતાં. જો કે ફાયર વિભાગની 17 ગા઼ડીઓ ઘટનાસ્થળે પહોંચી જતા ફાયર વિભાગની ટીમે સંપૂર્ણ જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
આ પણ વાંચો : દિવાળીમાં સોનાની મીઠાઈ ખાવી છે, તો આ શહેરમાં મળશે તમને આ ખાસ મીઠાઈ
