ભરૂચના ઝાડેશ્વર પાસે આજે વહેલી સવારે કાર અકસ્માતમાં બે મુસ્લિમ ધર્મગુરૂઓના મોત નિપજ્યા છે. જેને પગલે મુસ્લિમ સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના ઝાડેશ્વર નજીક આજે વહેલી સવારે મુસ્લિમોના ધર્મગુરૂ આસીફભાઇ ઇબ્રાહિમભાઇ પટેલ અને ઇસ્માલભાઇ મુસાભાઇ માકરોડ કાર લઇને અંકલેશ્વર ખાતે આવેલા મદરેસામાં જવા માટે નિકળ્યા.

તેઓ જ્યારે ઝાડેશ્વર પાસે પહોંચ્યા તે સમયે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કોઇ અજાણ્યા વાહન પાછળ કાર ઘૂસી ગઇ હતી. જેથી કારમાં સવાર બંને ધર્મગુરૂઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
પોલીસે બંને ધર્મગુરૂઓ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુસ્લિમ ધર્મના બે ધર્મગુરૂઓના અકસ્માતમાં મોત થતાં ભરૂચ પંથકના મુસ્લિમોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
