Gandhinagar News/ આગામી બજેટ 2027 પહેલાં મુખ્યમંત્રીની કવાયત: કેટલું બજેટ ફાળવાયું અને કેટલો ખર્ચ થયો?

ગુજરાત બજેટ 2027 (Gujarat Budget 2027) પહેલાં મુખ્યમંત્રીએ શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગની કામગીરીની સમીક્ષા કરી. ગત બજેટની ફાળવણી અને ખર્ચ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gujarat Budget 2027: ગૃહ સહિત 4 વિભાગોની કામગીરીની સઘન સમીક્ષા

Gujarat News: ગુજરાતમાં આગામી બજેટ 2027ની (Gujarat Budget 2027) તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી દ્વારા સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા (Budget Preparation) શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગની કામગીરી અંગે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગત બજેટમાં થયેલી ફાળવણી, અત્યાર સુધી થયેલા ખર્ચ અને નક્કી કરાયેલા લક્ષ્યાંકો સામેની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

Gujarat Budget 2027: ગત બજેટની ફાળવણી અને ખર્ચની વિગતો તપાસાઈ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચારેય વિભાગોને ગત બજેટમાં ફાળવવામાં આવેલી રકમ અને તેમાંથી અત્યાર સુધી કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તેની વિગતો મેળવવામાં આવી હતી. આ ઉપરાંત બજેટમાં નક્કી કરાયેલા લક્ષ્યાંકોની સામે વિભાગોએ કેટલી કામગીરી પૂર્ણ કરી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

વરિષ્ઠ સચિવો અને વિભાગના વડાઓને સૂચનાઓ

બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ સચિવો અને વિભાગના વડાઓ (Gujarat Government) સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વિભાગોની કામગીરીમાં જ્યાં જરૂરી હોય ત્યાં સુધારા કરવા અને કામગીરી વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપી હતી.

આગામી બજેટને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિભાગોની કામગીરી અને નાણાંના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. હવે આ સમીક્ષા બાદ આગામી બજેટમાં વિવિધ વિભાગોને કેટલી ફાળવણી કરવામાં આવે છે અને કામગીરીમાં કેવા સુધારા થાય છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: અમદાવાદમાં ઓલિમ્પિક્સ યોજવાના સપનાને નવી ઉડાન: આવતીકાલે IOC સમક્ષ ભારતની રજૂઆત

આ પણ વાંચો: અમદાવાદના રિવરફ્રન્ટનો નવો અવતાર: ફેઝ-2માં શું કામ થયું અને ફેઝ-3માં શું બનશે?

આ પણ વાંચો: અમદાવાદમાં પાંચા તળાવની દુર્દશા: રિનોવેશનના અભાવે વોક-વે તૂટ્યો, તળાવ ખાલી