ગુજરાત/ ગીર સોમનાથમાં કાયદાના રખેવાળે ચલાવી ઉઘાડી લૂંટ

ગીર સોમનાથના P.I.R.A.નો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક ટોલનાકા પર બબાલ કર્યાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 07 01T134615.887 ગીર સોમનાથમાં કાયદાના રખેવાળે ચલાવી ઉઘાડી લૂંટ

Junagadh News: ગીર સોમનાથના P.I.R.A.નો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક ટોલનાકા પર બબાલ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પોતાના ખાનગી વાહનમાં ગાદોઈ ટોલનાકા પાસે પહોંચેલા પીઆઇએ પોતાનું આઇડી કાર્ડ બતાવ્યું હતું. આ પછી પીઆઈ આર.એ.ભોજાણી ટોલ બૂથમાં ઘૂસીને ટોલ ટેક્સ કર્મચારીની બેગ છીનવીને બહાર લઈ જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ P.I.R.A વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટીંગનો ગુનો ભોજાણી અને તેના 20 થી વધુ સહયોગીઓ  સામે નોંધવામાં આવ્યો છે.

આ ઘટના બાદ P.I.R.A. ભોજાણી અને ત્રણ ફોર વ્હીલરમાં સવાર 20 થી વધુ અજાણ્યા લોકોએ ટોલનાકા ઓપરેટર અને કર્મચારી પર હુમલો કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. ટોલનાકાના ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાનોને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં તબીબે જણાવ્યું કે બંને ઈજાગ્રસ્તોને હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે.

વંથલી પોલીસે P.I.R.A.ની ધરપકડ કરી છે. ભોજાણી અને 20થી વધુ અજાણ્યા લોકો સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, તોફાન સહિતના ગુના નોંધાયા છે. હાલ જૂનાગઢ પોલીસે પીરા ભોજાણી અને તેના 20 થી વધુ સાગરિતોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.

હુમલાખોર આર.એ.ભોજાણી ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે. ગુનાની ગંભીરતાને જોતા પીરા ભોજાણી અને તેના 20 થી વધુ સાથીદારો સામે હત્યાના પ્રયાસ, લૂંટ અને રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બોપલમાં દારૂ ભરેલી કારે અકસ્માત કરતા હવે નવા પ્રકારની ગેંગવોરની શક્યતા

આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં જાણો ક્યાં, કેટલો વરસાદ પડ્યો?!

આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દોઢ ઇંચ ત્રાટક્યો

આ પણ વાંચો:સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ