Not Set/ મુખ્યમંત્રી રૂપાણી દિવાળીની ઉજવણી રાજકોટમાં કરશે : તડામાર તૈયારી

આગામી તા.7ને દિવાળીના દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના રાજકોટના પ્રવાસ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને એકાદ દિવસમાં જ મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. તા.7ના દિવાળીના દિવસે રાજકોટમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ આયોજિત કાર્યક્રમમાં અને મહાનગરપાલિકાના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. દિવાળીના દિવસે રૂપાણી પરિવારની ગરેડિયા કૂવા […]

Top Stories Gujarat Rajkot

આગામી તા.7ને દિવાળીના દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના રાજકોટના પ્રવાસ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને એકાદ દિવસમાં જ મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

તા.7ના દિવાળીના દિવસે રાજકોટમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ આયોજિત કાર્યક્રમમાં અને મહાનગરપાલિકાના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. દિવાળીના દિવસે રૂપાણી પરિવારની ગરેડિયા કૂવા રોડ પર આવેલી રમણીકલાલ એન્ડ સન્સ નામની પેઢીમાં ચોપડાં પૂજન કરાતું હોય છે. અગાઉના વર્ષોએ પણ વિજયભાઈ રૂપાણી ચોપડાં પૂજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ વખતે પણ તે ચોપડાં પૂજનમાં હાજર રહે તેવી શકયતા છે. જો કે, આ અંગેનો સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

દિવાળી દિવસે મુખ્યમંત્રી રાજકોટમાં રહેશે પરંતુ તા.8ના રોજ બેસતા વર્ષના દિવસે તે ગાંધીનગર પોતાના નિવાસસ્થાને બેસતા વર્ષની શુભેચ્છા અને અભિવાદન માટે પહાેંચી જશે.