Ahmedabad News/ ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યજીની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરતું બિલ લાવશે

ઉપરોક્ત આયોજનમાં સમગ્ર ગુજરાતમાંથી સનાતન હિન્દુ ધર્મીઓ હજારોની સંખ્યામાં હાજરી આપી હતી.

Gujarat Ahmedabad

Ahmedabad News: ગૌ માતા રાષ્ટ્ર માતા અભિયાન અંતર્ગત શંકરાચાર્ય (Shankaracharya) અવિમુક્તેશ્વરાનંદજીનું અમદાવાદમાં આગમન થયું છે. ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યજીની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરવાની વાતને સમર્થન આપે છે અને આવનારા વિધાનસભા સત્રની (Assembly) અંદર તેના માટે બિલ પણ લાવશે તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

Image

આજ રોજ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે “ગૌ માતા રાષ્ટ્રમાતા અભિયાન” અંતર્ગત ગાયને પશુ સૂચિમાંથી હટાવી રાષ્ટ્રીય દરજ્જો અપાવવાના ધ્યેય સાથે પરમારાધ્ય પરમધર્માધીશ જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદજી અને દેશ અને ગુજરાતના જાણીતા સનાતની સાધુ સંતો, ધર્મગુરુઓ ગુજરાત રાજયની પાવનધરાના પ્રમુખ શહેર અમદાવાદના આગણે પધાર્યા હતા. ઉપરોક્ત આયોજનમાં સમગ્ર ગુજરાતમાંથી સનાતન હિન્દુ ધર્મીઓ હજારોની સંખ્યામાં હાજરી આપી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યજીની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરવાની વાતને સમર્થન આપે છે અને આવનારા વિધાનસભા સત્રની અંદર તેના માટે બિલ પણ લાવશે.

Image

બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેને જણાવ્યું હતું કે હું જ્યારે ચૂંટણી લડતી હતી તે વખતે જ મેં જગતગુરુ શંકરાચાર્ય સમક્ષ સંકલ્પ કર્યો હતો કે જો હું ચૂંટણી જીતીશ તો સંસદમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સમગ્ર દેશને આહ્વહન કરીશ, સમગ્ર દેશમાં સૌથી વધારે પાંજરાપોળ એ બનાસકાંઠા વિસ્તારમાં આવેલી છે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા મારું સંપૂર્ણ સમર્થન રહેશે.

Image

સમગ્ર સભામાં હજારોની સંખ્યામાં હાજર રહેલ સનાતનની ધર્મ પ્રેમીઓએ જગતગુરુ શંકરાચાર્યજીની માગણીને સમર્થન આપતા પ્રતિજ્ઞા કરીને પોતાનું કર્તવ્ય વહન કર્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ, પૂર્વ મંત્રી બીમલ શાહ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, બળદેવજી ઠાકોર, ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. જીતુભાઈ પટેલ, અગ્રણી રાજુભાઈ જોશી, ડામરાજી રાજગોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ તથા પ્રવક્તા પ્રગતિ આહીર તથા સોશિયલ મીડિયા ચેરમેન ભૂમન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાજર રહીને ગૌમાતા રાષ્ટ્ર માતાનો ઉદ્ઘોષ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગેનીબેન ઠાકોરે વાવ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી

આ પણ વાંચો:ગુજરાતમાં કોંગ્રેસની લાજ બચાવનાર ગેનીબેન ઠાકોરનો થયો ભવ્ય વિજય, ભાજપનું કલીન સ્વીપનું રોળાયું સ્વપ્ન

આ પણ વાંચો:બનાસકાંઠામાં ગેનીબેનનો પ્રચાર કરતા ગુલાબસિંહ રાજપૂત હાસ્યનું પાત્ર બન્યા