@રીમા દોશી , અમદાવાદ
ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં નોધાતા દૈનિક કેસના આંકડા માં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યોના મહાનગરોમાં કોરના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1640 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે એક વર્ષમાં સૌથી વધુ કેસ રાજ્યમાં આજે નોધાયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા મહત્તમ કેસની સંખ્યા 1607 હતી. આજે 1640 કેસ નોંધાતા કોરોના કેસમાં સૌથી મોટો રેકોર્ડ નોધાયો છે.

છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2,88,649 પર પહોચી છે. છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત થયા છે.
24 કલાકમાં 1110 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ 7847 એક્ટિવ કેસ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં 2,32,831 લોકોને વેક્સિન અપાઈ છે.
મહાનગરોમાં નોધાયેલા કેસની વિગત
અમદાવાદ શહેરમાં નવા 481 કેસ નોંધાયા
સુરતમાં શહેરમાં નવા 429 કેસ નોંધાયા
વડોદરામાં શહેરમાં નવા 139 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં નવા 126 કેસ નોંધાયા
ભાવનગર શહેરમાં 23 નવા કેસ નોંધાયા
જામનગર શહેરમાં નવા 22 કેસ નોંધાયા

