Not Set/ વાયુની ઇફેક્ટ: 70 ટ્રેનો રદ કરાઇ,વાવાઝોડુ ફંટાયુ છતાં ખતરો ઉભો

ગાંધીનગર, વાયુ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે,જો કે તેની થોડી દિશા બદલાઇ છે.અગાઉ વાયુ વેરાવળના દરિયા કાંઠે પ્રચંડ તાકાતથી હીટ થવાનું હતું,પરંતુ હવે તે ફંટાઇ જતાં ઓમાન અને પોરબંદર તરફ વળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે બપોર સુધી આ વાવાઝોડું વેરાવળ અને પોરબંદરના દરિયાકાંઠે 130થી લઇને 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે […]

Top Stories Gujarat Others

ગાંધીનગર,

વાયુ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે,જો કે તેની થોડી દિશા બદલાઇ છે.અગાઉ વાયુ વેરાવળના દરિયા કાંઠે પ્રચંડ તાકાતથી હીટ થવાનું હતું,પરંતુ હવે તે ફંટાઇ જતાં ઓમાન અને પોરબંદર તરફ વળ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે બપોર સુધી આ વાવાઝોડું વેરાવળ અને પોરબંદરના દરિયાકાંઠે 130થી લઇને 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાશે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 24 કલાકમાં આ વાવાઝોડુ તારાજી સર્જી શકે છે. હવામાન વિભાગે દીવ દમણના દરિયાકાંઠે ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે.

આ વચ્ચે બુધવારે ગૃહમંત્રાલયએ રાજ્યના 10 જીલ્લામાં એલર્ટ જારી કર્યું છે.વાયુના કારણે સંભવિત તારાજગી પછી બચાવકાર્ય માટે NDRF ની 52 ટીમોને રાજ્યમાં મોકલવામાં આવી છે, જયારે આર્મી અને એરફોર્સની ટીમને  સ્ટેન્ડ  બાય પર રાખવામાં આવી છે. એટલું જ નહીં વાવાઝોડાનો સામનો કરવા માટે નૌસેનાના વિમાનને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

ગૃહ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતામાં  બચાવ અને રાહત કામગીરી માટે ચર્ચા કરવા રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક કરવામાં આવી.

વાયુ વાવાઝોડાને પગલે રેલ્વે 70 ટ્રેનો કરી રદ

 પશ્ચિમ રેલ્વેએ બુધવારે જણાવ્યું  કે વાવાઝોડા વાયુના કારણે રેલ્વે 70 ટ્રેનો રદ કરવી દીધી છે,આમાની 28 ટ્રનોને ઉપડતા પહેલા જ રોકી દેવામાં આવી છે.જુનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, જામનગર, પોરબંદર અને અમરેલી તરફ આવતી જતી ટ્રેનોને રદ કરવામાં આવી છે.

જો કે લોકોને મુશ્કેલી ના પડે તે માટે પશ્ચિમ રેલ્વેની વિશેષ રાહત ટ્રેનો ચલાવાની યોજના છે. આ વિશેષ ટ્રેન ગાંધીધામ, ભાવનગર પારા,પોરબંદર,વેરાવળ અને ઓખાથી ચાલશે જેથી લોકોને નીકળવામાં મદદ મળે.

 કચ્છમાં 10 હજાર લોકોનું સ્થળાંતર કરાયું

ક્ચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સંભવત વાયુ વાવાઝોડુ ત્રાટકવાનું છે ત્યારે કંડલા પોર્ટ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ દ્વારા 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કંડલાના સરવા , રેલવે ઝુંપડા , મીઠાપોર્ટ , કાર્ગો સહિત આજુબાજુના સંભવત પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે. એનડીઆરએફની 35 સભ્યોની ટીમ કંડલામાં ખડેપગે છે.

નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડીને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.સવારથી જ સ્થળાંતરની કામગીરીમાં ખાનગી તેમજ સરકારી બસો જોતરાઈ હતી.કંડલા પોર્ટમાં કાર્ગો હેન્ડલિંગ, ઓપરેશન બંધ કરાયા છે.પોર્ટ યુઝર્સ , પોર્ટના સ્ટાફની કંડલા પોર્ટમાં અવર જવર અટકાવાઈ છે.સાથોસાથ કંડલા વિસ્તાર વાવાઝોડાના એલર્ટ માટે  રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે.

કંડલા પોર્ટ દેશનું એક નંબરનું મેજર પોર્ટ છે.હાલની સ્થિતિએ અહીં ભયજનક સિગ્નલો લગાવી દેવાયા છે.વાયુ વાવાઝોડાના પ્રકોપ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ૪ થી ૫ હજાર લોકો એ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વડોદરા ઝાલા ગામ સમુદ્ર કિનારે હોઇ ત્યાં 300 કરતા વધારે માછીમાર વસવાટ કરે છે, જેને ધ્યાને લઇ તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરેલ પરંતુ સમુદ્રમાં કરંટ વધતા ગામમાં પાણી આવી જતા તમામ ૪થી ૫ હજાર લોકો ગામ છોડી પોતાના કુટુંબને ત્યાં સલામત સ્થળે હાલ પહોંચી ગયેલ.

વાવાઝોડાને લઇને લોકોનું સ્થળાંતર

પોરબંદર તાલુકામાંથી 39108 લોકોનું સ્થળાંતર

ગીર સોમાનાથ તાલુકામાંથી 20000 લોકોનું સ્થળાંતર

રાણાવાવ તાલુકામાંથી 4820 લોકોનું સ્થળાંતર

ખંભાળિયા તાલુકામાંથી 16,474 લોકોનું સ્થળાંતર

દ્વારકા તાલુકામાંથી 12096 લોકોનું સ્થળાંતર

કલ્યાણપુર તાલુકામાંથી 6,900 લોકોનું સ્થળાંતર

ભાણવડ તાલુકામાંથી 3,141 લોકોનું સ્થળાંતર

દેવભૂમિ દ્વારકામાં કુલ 38,683 લોકોનું સ્થળાંતર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.