Not Set/ પતિ દેશની રક્ષાએ જવા નીકળતા પત્નીએ આપઘાત કર્યો

દ્વારકા,   આજે જયારે દેશમાં શહીદ થયેલા વીર સપૂતોના પરિવાર તેમના ઘરના અન્ય લોકોને પણ સરહદે મોકલવાની તૈયારી બતાવી રહ્યા છે ત્યારે એક જવાનની પત્નીએ તેના પતિને ફરજ પર નહિ મોકલવા માટે અંતિમ પગલું ભર્યું છે. દ્વારકામાં એક જવાનની પત્નીનો આપઘાત થયાની ઘટના બની છે. પતિને દેશની સુરક્ષા માટે ફરજ પર જવા માટે અટકાવતા પતિ […]

Top Stories Gujarat Others Trending
દ્વારકા,
 
આજે જયારે દેશમાં શહીદ થયેલા વીર સપૂતોના પરિવાર તેમના ઘરના અન્ય લોકોને પણ સરહદે મોકલવાની તૈયારી બતાવી રહ્યા છે ત્યારે એક જવાનની પત્નીએ તેના પતિને ફરજ પર નહિ મોકલવા માટે અંતિમ પગલું ભર્યું છે.
દ્વારકામાં એક જવાનની પત્નીનો આપઘાત થયાની ઘટના બની છે. પતિને દેશની સુરક્ષા માટે ફરજ પર જવા માટે અટકાવતા પતિ ન માનતા પત્નીએ ઘરમાં આપઘાત કર્યો છે.

દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભૂપેન્દ્રસિંહ જેઠવા પરિવાર સાથે રહે છે. તેઓ કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવે છે. તાજેતરમાં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40થી વધારે જવાનો શહીદ થવાની ઘટનાથી ભૂપેન્દ્રસિંહની પત્ની ગભરાઇ ગયા હતા. જેના પગલે રજા ઉપર આવેલા ભૂપેન્દ્રસિંહ જેઠવાને ફરજ ઉપર પરત ન જવા માટે દબાણ કર્યું હતું. જોકે, પતિએ દેશની સુરક્ષા માટે જવાની વાત કહી હતી. આ વાતનું ખોટું લાગી જતાં પત્ની આજે સવારે પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.