Not Set/ ઇલેક્ટ્રિક રિક્ષા વૃદ્ધો અપંગો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે બનશે આશીર્વાદ રૂપ

પવિત્ર યાત્રાધામ માં વૃદ્ધો અપંગો અને દિવ્યાંગ વ્યક્તિઓ મંદિર પરિસર માં ભગવાન ના દર્શન વિના તક્લીફે કરી શકે તે માટે સરકાર દ્વારા યાત્રાધામ શામળાજી માં આપેલ ઇલેક્ટ્રિક રિક્ષા આશીર્વાદ રૂપ બની છે. સામાન્ય રીતે દિવ્યાન્ગ અપંગ અને ઉંમરલાયક વ્યક્તિઓ પોતાની અપંગતા ને લીધે કે વધી ગયેલી ઉંમર ને કારણે યાત્રા સ્થળે ભગવાન ના દ્વાર સુધી […]

Top Stories

પવિત્ર યાત્રાધામ માં વૃદ્ધો અપંગો અને દિવ્યાંગ વ્યક્તિઓ મંદિર પરિસર માં ભગવાન ના દર્શન વિના તક્લીફે કરી શકે તે માટે સરકાર દ્વારા યાત્રાધામ શામળાજી માં આપેલ ઇલેક્ટ્રિક રિક્ષા આશીર્વાદ રૂપ બની છે. સામાન્ય રીતે દિવ્યાન્ગ અપંગ અને ઉંમરલાયક વ્યક્તિઓ પોતાની અપંગતા ને લીધે કે વધી ગયેલી ઉંમર ને કારણે યાત્રા સ્થળે ભગવાન ના દ્વાર સુધી દર્શન માટે પહોંચી શકતા નથી.

રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રા સ્થાનો પર ઇલેક્ટ્રિક રિક્ષાઓ આપવા માં આવી છે જે રિક્ષા મંદિરના મુખ્ય દ્વારેથી મંદિર પરિસરમાં થઇ ભગવાન ના દર્શન માટે વિનામૂલ્યે આવા અપંગ દિવ્યાંગ અને વૃદ્ધો ને લઇ જાય છે અને ભગવાન ના દર્શન કારાવે છે.

અરવલ્લી જિલ્લા માં આવેલ સુપ્રસુદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ રાજ્ય સરકાર દ્વારા ચાર ઇલેક્ટ્રિક રિક્ષાઓ આપવામાં આવી છે અને અપંગ દિવ્યાંગ અને વૃદ્ધો એ રીક્ષામાં બેસી ભગવાન ના દર્શનની ઈચ્છા પરિપૂર્ણ કરે છે ત્યારે રાજ્યસરકાર દ્વારા મંદિરોમાં આપવામાં આવેલ આ રિક્ષાઓ ખુબ આશીર્વાદ રૂપ સાબિત થઇ છે અને વૃદ્ધો પણ સરકારના આ સરાહનીય પગલાં ને આવકારે છે.