National News/ નાસાએ આપી સૌથી ખતરનાક અલ નીનોની ચેતવણી, ભારતના ચોમાસા અને અર્થતંત્ર પર મંડરાયું સંકટ!

અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) ના સેટેલાઇટ ડેટા અનુસાર પ્રશાંત મહાસાગરમાં છેલ્લા 150 વર્ષનો સૌથી શક્તિશાળી ‘અલ નીનો’ સક્રિય થઈ રહ્યો છે. આનાથી ભારતનું ચોમાસું પ્રભાવિત થતાં દેશની 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

NATIONAL Top Stories India
NASA

NASA El Nino Warning India Monsoon: અમેરિકી અંતરિક્ષ એજન્સી ‘નાસા’ (NASA) ના સેટેલાઇટ ડેટા દ્વારા વૈશ્વિક હવામાનને લઈને એક અત્યંત ચિંતાજનક અને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. નાસાના સેન્ટિનલ-6 માઈકલ ફ્રેલિચ સેટેલાઈટે નોંધ્યું છે કે, પ્રશાંત મહાસાગરમાં ભૂમધ્ય રેખા નજીક સમુદ્રની સપાટી સામાન્ય કરતાં ઘણી ઊંચી થઈ ગઈ છે. આ બાબત સ્પષ્ટ સંકેત આપે છે કે સમુદ્રની નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે, જે એક અત્યંત શક્તિશાળી અને વિનાશક ‘અલ નીનો’ (El Nino) સક્રિય થવાનું કારણ બની રહ્યું છે. આ આબોહવા પરિવર્તનની સીધી અને માઠી અસર ભારતના ચોમાસા તેમજ અર્થતંત્ર પર પડી શકે છે.

1997 ના ભયાનક ગોડઝિલા અલ નીનો જેવી સ્થિતિ

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે તે વર્ષ 1997  માં આવેલા ભયાનક અલ નીનો જેવી જ છે, જેને ઇતિહાસમાં ‘ગોડઝિલા અલ નીનો’ (NASA) નામ આપવામાં આવ્યું હતું. નાસાએ તાજેતરમાં 8 જૂનની સ્થિતિ દર્શાવતો એક સેટેલાઇટ નકશો જાહેર કર્યો છે, જેમાં લાલ રંગ દરિયાની સપાટીમાં થઈ રહેલો જોખમી અને અસામાન્ય વધારો દર્શાવે છે.

છેલ્લા 150 વર્ષનો સૌથી મજબૂત અલ નીનો

વિશ્વના મોટા હવામાન સંગઠનોનું (NASA) માનવું છે કે, આ આબોહવા પરિવર્તન છેલ્લા 150 વર્ષમાં સૌથી મજબૂત અને પ્રભાવશાળી હોઈ શકે છે. આના કારણે વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડબ્રેક વધારો થશે અને વરસાદની સંપૂર્ણ પેટર્ન બદલાઈ જશે. જો આ શક્તિશાળી અલ નીનોને કારણે ભારતનું ચોમાસું નબળું પડશે અથવા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે, તો દેશના કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડશે. પરિણામે ભારતની આશરે 4 ટ્રિલિયન ડોલરની (4 Trillion Dollar Economy) ઝડપથી વધતી અર્થવ્યવસ્થા પર તેની ગંભીર અને નકારાત્મક અસરો જોવા મળી શકે છે, જે મોંઘવારીમાં પણ વધારો કરી શકે છે.


આ પણ વાંચો : 149 વર્ષ પછી ફરી ‘મેગા અલ નીનો’નો ખતરો, 2026 માં દુનિયામાં પડશે ભયાનક ગરમી

આ પણ વાંચો : આગામી 5 વર્ષ પૃથ્વી માટે ભારે, ‘સુપર અલ નીનો’ મચાવશે તબાહી અને તૂટશે પેરિસ કરારની મર્યાદા

આ પણ વાંચો : શું છે સુપર અલ નીનો જેણે 150 વર્ષ પહેલાં લીધો હતો 5 કરોડ લોકોનો જીવ? જાણો ભારત પર તેની અસર