Not Set/ તમે ખાવ છો એ ખોરાક કેટલો છે શુદ્ધ? તે જાણવાની અહીં છે સરળ રીતે

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતની જ નહીં પરંતુ, ભારતમાં મૈસોર બાદ સૌ પ્રથમ એવી યુનિવર્સિટી બની છે કે જેણે સામાન્ય જનતા માટે વિશ્વની સર્વશ્લેષ્ઠ ટેકનોલોજીથી તમામ પ્રકારના ખોરાક ચકાસવાની ફેસિલીટી ઉભી કરવાની જાહેરાત કરી છે. અને એ પણ પ્રાઇવેટ ફુડ લેબોરેટરી થી ચાલીસ ટકા ઓછા દરે અને વધુ ઝડપે, શું છે આ સુવિધા અને શા […]

Uncategorized
Untitled 38 તમે ખાવ છો એ ખોરાક કેટલો છે શુદ્ધ? તે જાણવાની અહીં છે સરળ રીતે

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતની જ નહીં પરંતુ, ભારતમાં મૈસોર બાદ સૌ પ્રથમ એવી યુનિવર્સિટી બની છે કે જેણે સામાન્ય જનતા માટે વિશ્વની સર્વશ્લેષ્ઠ ટેકનોલોજીથી તમામ પ્રકારના ખોરાક ચકાસવાની ફેસિલીટી ઉભી કરવાની જાહેરાત કરી છે. અને એ પણ પ્રાઇવેટ ફુડ લેબોરેટરી થી ચાલીસ ટકા ઓછા દરે અને વધુ ઝડપે, શું છે આ સુવિધા અને શા માટે છે તે સામાન્ય જનતા માટે ઉપયોગી આવો જાણીએ…

યુરોપ અને યુએસએ જેવા દેશોમાં ફુડ ફોરેન્સિક ક્ષેત્રે અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજી છે.અને ગુજરાત માટે ગર્વની વાત એ છેકે અન્ય દેશોને ટક્કર આપે તેવી અત્યાધુનિક ટેકનોલોજી થી હવે ગાંધીનગરની એફએસએલ યુનિવર્સિટી સજ્જ બની છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની એફએસએલ માં થતી ફુડ ફોરેન્સિક એક્ટીવીટી ભારતમાં એકપણ સ્થળે નથી થઇ રહી. વધુમાં હવે તે એક એવી ફુડ ફોરેન્સિક સર્વિસ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે. જે સામાન્ય જનતાને સરળતા થી ઉપલબ્ધ નથી.

હવે ગાંધીનગર ની એફએસએલ યુનિવર્સિટી પેકેજીંગ ફુડ, રો મટીરીયલ , મિઠાઇ થી લઇને દૂધ અને પાણી ટેસ્ટીંગ સર્વિસ આગામી પહેલી ડિસેમ્બરથી સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકશે. જેના દર મિનિમમ સો રુપિયા થી લઇને મહત્તમ એક હજાર રુપિયા સુધી રહેશે. એટલે કે અન્ય સરકારી ફુડ ટેસ્ટીંગ એજન્સીઓની સરખામણીએ ચાલીસ ટકા ઓછા દરે આ સર્વિસ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ બનાવાશે અને ફુડ સેમ્પલ રિપોર્ટસ ગ્રાહક મહત્તમ બે થી ત્રણ દિવસમાં મેળવી શકશે.

કેટલીક મહાનગરપાલિકાઓ સહિત ભારતમાં એફડીસીઆઇ ( ફુડ એન્ડ ડ્રગ્ઝ કન્ટ્રોલ ઓથોરિટી) અને એફએસએસઆઇ – ( ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા )જેવી સરકારી વિજીલન્સ એજન્સીઓ ગુજરાતમાં વિવિધ જગ્યાએ ફુડ ટેસ્ટીંગ સર્વિસ આપેછેપરંતુ, આ બ્રાન્ચીસ ઓલરેડી સરકારી કામોના ભારણ હેઠળ દબાયેલી છે અને સરકારી સેમ્પલ ટેસ્ટીંગ ના ભારણ હેઠળ તેઓ સામાન્ય જનતાને આ સર્વિસ આપી શકતા નથીત્યારે ગાંધીનગર ની એફએસએલ યુનિવર્સિટી ની આ ફુડ ટેસ્ટીંગ સર્વિસ સામાન્ય જનતા માટે ઘણી ઉપયોગી પૂરવાર થશે.

પોતે ખરીદી રહ્યા છે તે ખોરાક ખાવા માટે સુરક્શિત છે કે કેમ તેનો રિપોર્ટહવે સામાન્ય જનતા એફએસએલ ની આ સર્વિસ થી મેળવી શકશે.દૂધ, ફરાળી લોટ થી લઇને બિસ્કીટ, નુડલ્સ જેવા તમામ ફુડ માટે સરકાર દ્વારા ચોક્કસ ટેસ્ટીંગ નિયમો નિયત કરાયેલા છે. તે અનુસાર આ રિપોર્ટસ તૈયાર થશે. ગાંધીનગર આસપાસના વિસ્તારો માં એફએસએલ યુનિવર્સિટી સેમ્પલ કલેકટ કરવાની ફેસિલીટી ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવશે જયારે બહારના વિસ્તારો વાળાએ જાતે સેમ્પલ યુનિવર્સિટી ખાતે પહોંચાડવાના રહેશે.

આગામી એક વર્ષમાં આ યુનિવર્સિટી એનએબીએલ ( નેશનલ એક્રિડીટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલીબ્રેશન લેબોરેટરીઝ ) સાથે પણ જોડાણ કરનાર છે ત્યારબાદ આ યુનિવર્સિટીના રિપોર્ટસ ના આધારે જે લોકો લીગલ એક્શન્સમાં જવા ઇચ્છતુ હોય તે પણ જઇ શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.