Not Set/ video: અપહરણ કરાયેલ 3 વર્ષીય બાળકીનો બોરવેલમાંથી મળ્યો મૃતદેહ

ગોંડલ, ગોંડલના જીનના બોરવેલ માંથી માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ 3 વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ અચાનક બાળકીનું મૃતદેહ બોરવેલ માંથી મળ્યું હતુ. ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમની 15 કલાકની ભારે જહેમત બાદ બોરવેલની પાસે ખોદકામ કરવામાં આવ્યું હતુ અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાળકીના પરિવારજનો દ્વારા […]

Top Stories Gujarat Trending Videos

ગોંડલ,

ગોંડલના જીનના બોરવેલ માંથી માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ 3 વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ અચાનક બાળકીનું મૃતદેહ બોરવેલ માંથી મળ્યું હતુ.

ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમની 15 કલાકની ભારે જહેમત બાદ બોરવેલની પાસે ખોદકામ કરવામાં આવ્યું હતુ અને મૃતદેહને બહાર કાઢ્યો હતો.

બાળકીના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ફોરેન્સિક લેબ લઈ જવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ માસુમ બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા આ બાળકીને પણ શોધવામાં આવતી હતી. પણ અચાનક આ માસુમ બાળકી આવી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં પણ ચકચાર મચી ગઇ હતી.

આ ઘટના આપણા સમાજ માટે ખૂબ શર્મસાર છે. ત્યારે આપણો આ શિક્ષિત સમાજ ક્યા માર્ગે જઇ રહ્યુ છે..?

આ માસુમ બાળકી સાથે શુ કરવામાં આવ્યુ. આ હેવાનો કોણ હતા..? આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.