Not Set/ ફિલ્મ ક્રિટીકે રામાયણ પર કરી ટીપ્પણી, પોલીસે કર્યો 6 મહિના માટે હૈદરાબાદ બહાર

હૈદરાબાદ તેલંગાના પોલીસે સોમવારે કંટ્રોવર્સિયલ તેલૂગુ ફિલ્મ ક્રિટીક કથિત મહેશને હૈદરાબાદથી છ મહિના માટે બહાર કરી દેવામાં આવ્યો છે. તેના પર ભગવાન રામ-સીતા વિરુદ્ધ અપમાનજનક ટીકા કરીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. તેલંગાના ડીજીપી એમ મહેન્દ્ર રેડ્ડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “જો તે હૈદરાબાદમાં પ્રવેશ કરશે તો તેને ગુનો ગણવામાં આવશે. તેમની વિરુદ્ધ […]

Entertainment

હૈદરાબાદ

તેલંગાના પોલીસે સોમવારે કંટ્રોવર્સિયલ તેલૂગુ ફિલ્મ ક્રિટીક કથિત મહેશને હૈદરાબાદથી છ મહિના માટે બહાર કરી દેવામાં આવ્યો છે. તેના પર ભગવાન રામ-સીતા વિરુદ્ધ અપમાનજનક ટીકા કરીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

તેલંગાના ડીજીપી એમ મહેન્દ્ર રેડ્ડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “જો તે હૈદરાબાદમાં પ્રવેશ કરશે તો તેને ગુનો ગણવામાં આવશે. તેમની વિરુદ્ધ એક અલગ કેસ દાખલ કરવામાં આવશે. જો તે આવું કરે, તો તેને 3 વર્ષ સુધી જેલ થઈ શકે છે. જો કે મહેશને આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તેમના મૂળ સ્થાન પર છોડી દેવામાં આવશે. પોલીસ, આ પગલું કોઇ સમસ્યા ટાળવા માટે ભર્યું છે. કારણ કે હિન્દૂ ધાર્મિક નેતાઓ કાયદો અને વ્યવસ્થાને લઈને સોમવારે મહેશ કાઠી સામે પ્રદર્શન યોજના બનાવી હતી.

આ પહેલા પોલીસએ સ્વામી પરિપૂપૂર્ણાનંદને હૈદરાબાદમાં નજરબંધ કર્યા હતા. કેમ કે તેઓ ધાર્મિક ચૈતન્ય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા હતા. પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મહેશ કાઠી હાલ માત્ર  હૈદરાબાદમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. રાજ્યમાંથી તેમને બહાર કાઢવું કે નહીં, આ પછીથી નક્કી કરવામાં આવશે.

વાસ્તવમાં, એક અઠવાડિયા પહેલા, કાઠી મહેશે ટીવી ડીબેટ દરમિયાન ભગવાન રામ-સીતા સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેને 2 જુલાઈએ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વિવિધ સંગઠનો પાસેથી મળેલી વિવિધ ફરિયાદો સામે તેમના વિરુદ્ધ 3 કેસ નોંધાયા હતા.