શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં સેના દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટ પાર્ટ ૨ના ભાગરૂપે વધુ એકવાર સેનાએ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. મંગળવારે શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાએ ૨ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
#Visuals of ongoing encounter between terrorists and security personnel in in Shopian's Kundalan area; Bodies of 2 terrorist recovered, one security personnel injured (Visuals deferred by unspecified time) #JammuAndKashmir pic.twitter.com/cQSSgs6r2t
— ANI (@ANI) July 10, 2018
આ પહેલા સુરક્ષાબળોને માહિતી મળી હતી કે દક્ષિણ કાશ્મીરના શોપિયામાં ૫ થી ૬ આતંકીઓ છુપાયા હોવાનો શક હતો. બીજી બાજુ સુરક્ષા દળો દ્વારા આસપાસના ઘરોમાંથી લોકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવામાં આવી રહ્યા છે તેમજ સ્થાનિક લોકોની પથ્થરબાજી પર પણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.
#UPDATE Shopian encounter: 5-6 terrorists are holed up in a house in Kundalan area; Evacuation of civilians from near by houses is underway pic.twitter.com/TymtVuOOGc
— ANI (@ANI) July 10, 2018
સેનાની 34 રાઈફલ્સ, સીઆરપીએફ અને પોલીસના જવાનો તૈનાત છે અને શોપિયાંના બેમનીપૂરા વિસ્તારમાં ઘેરાબંદી કરી લીધી છે.
સ્થાનિક પોલીસ અધિકારીના જણવ્યા અનુસાર, “આ વિસ્તારમાં ૫-૬ આતંકીઓ છુપાયા હોવાનો શક હતો, ત્યારબાદ આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવાર સવારે ઘાટીના કુપવાડા જિલ્લાના હંડવાળામાં પણ સેના દ્વારા ચલાવવામાં આવેલા એક ઓપરશનમાં ૧ આતંકીને ઠાર કરાયો હતો. આ પહેલા ૭ જુલાઈના રોજ બડગામમાં આતંકીઓએ CRPFની ટુકડી પર હુમલો કર્યો હતો
