ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમ વર્ષને પગલે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડીમાં વધારો થશે. ઉતરપૂર્વના પવનને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. લઘુતમ તાપમાનનો પારો ગગડશે. હજુ પણ રાજ્યમાં 2થી 3 ડિગ્રી ઘટશે તાપમાનનો પારો નીચે જઈ શકે છે.
આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયારહ્યું હતું. જ્યાં નલિયાનું લઘુતમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયુ છે. આગામી બે દિવસ કચ્છમાં હજુ પણ કોલ્ડવેવ રહેશે. સવારથી ઠંડા પવનોથી લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વહેલી ઠંડીના ચમકારા સાથે ઠંડીનો અનુભવ થયો હતો. સૌથી નીચુ તાપમાન ગિરનાર પર્વત ઉપર 8 ડિગ્રી, નલીયા 5.2, રાજકોટ 11.7, જામનગર 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જુનાગઢના ગિરનાર પર્વત ખાતે 8 ડિગ્રી તીવ્ર ઠંડી નોંધાતા રહેવાસીઓ સહિતના લોકો ઠુઠવાય ગયા હતા. છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે આજે જુનાગઢનું તાપમાન 13.1 ડિગ્રી રહ્યુ હતું ઠંડીની સાથે સવારે ધુમ્મસનું પણ આક્રમણ થતાં ઠંડીની તીવ્રતા વધી હતી. ગિરનાર પર 8 ડિગ્રી ઠંડી રહેતા પર્વતીય વિસ્તાર ટાઢોબોળ થઇ ગયો હતો.
ઠંડીની અને પવન પણ ફુંકાતા ગિરનાર ખાતે નાતાલ ઉજવવા આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને પવનની ઝડપ ૭ કિમીની રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
