ખેડા,
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડાની મુલાકાત છે ત્યારે તેમને વડતાલને યાત્રા ધામની યાદીમાં સમાવેશ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

આ સાથે વડતાલના સ્વામિનારાયણ ધામમાં તેમની રજત તુલામાં મળેલી ચાંદીની વેચાણ રકમની વડતાલ સ્વામિનારાયણ ધામ સંચાલિત હોસ્પિટલમાં આપવાનો નિર્ણય કર્યો છે.

જરાતમાં આ પહેલા પ્રસિદ્ધ મંદિરો સોમનાથ, અંબાજી, દ્વારકા, પાલિતાણા, ડાકોર, શામળાજી સહિત અનેક મંદિરોને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવી તેનો વિકાસ કરવામાં આવે છે.

પ્રવાસીઓને ગુજરાતમાં લાવવા અને સ્થાનિકોની રોજગારી વધે તે હેતુથી જગ્યાઓને પ્રવાસન બોર્ડમાં સમાવવામાં આવે છે અને તે પછી તેનો વિકાસ કરવામાં આવે છે.
મુખ્યપ્રધાને વડતાલમાં 2 કરોડ 36 લાખના ખર્ચે બનાવેલ નવ નિર્મિત બસ મથકનું લોકાર્પણ કર્યું હતું. સરકારના નિર્ણય બાદ વડતાલનો પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગત વિકાસ કરવામાં આવશે.
