Not Set/ રાજ્યમાં ગરમીબાદ મેઘરાજાની એન્ટ્રી, વરસાદ શરૂ થતાં જ પ્રી-મોનસૂનના પ્લાન ફેલ

રાજ્યમાં ગરમી કપરી બાદ હવે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. ત્યારે ખેડબ્રહ્મા શહેરમાં વરસાદનું ઝાપટુ પડ્યું હતું છે જેના કારણે લોકોને ગરમીમાં ઠંડક મળતા લોકો ખુશી જોવા મળી રહી છે. ત્યારે સામન્ય વરસાદનું ઝાપટુ પાડતા જ રોડ પર પાણીના ખાબોચીયા ભરાયા હતા. અહી છેલ્લી 15 મિનીટથી વરસાદ ચાલુ હતુ. ત્યારે રાતભરના અસહ્ય ઉકળાટ બાદ ગરમીમાં આંશિક […]

Gujarat Others

રાજ્યમાં ગરમી કપરી બાદ હવે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. ત્યારે ખેડબ્રહ્મા શહેરમાં વરસાદનું ઝાપટુ પડ્યું હતું છે જેના કારણે લોકોને ગરમીમાં ઠંડક મળતા લોકો ખુશી જોવા મળી રહી છે. ત્યારે સામન્ય વરસાદનું ઝાપટુ પાડતા જ રોડ પર પાણીના ખાબોચીયા ભરાયા હતા. અહી છેલ્લી 15 મિનીટથી વરસાદ ચાલુ હતુ. ત્યારે રાતભરના અસહ્ય ઉકળાટ બાદ ગરમીમાં આંશિક રાહત મળી છે.

ચોંકાવનારી વાત તો એ છે કે સામાન્ય વરસાદ પડતાં શહેરમાં લાઈટો ગૂમ થઇ ગઇ હતી. ત્યારે વીજતંત્રની પોલ સામે આવી હતી. ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠાના હિંમતનગરમાં પણ વાતાવરણ પલટાયો હતો.

ગરમીમાં પવનથી રાહત મળી હતી. ત્યારે ખેડબ્રહ્મામાં પણ એકબાજુ વરસાદ અને બીજી બાજુ વીજસેવા ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદ પહેલા પ્રી મોનસૂનની વાતો કરતા વરસાદ શરૂ થતાં જ પ્રી-મોનસૂન ફેલ થયુ હતુ. ત્યારે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. વરસાદી ઝાપટું આવતા બફારો પણ વધ્યો હતો.