Not Set/ અમદાવાદ/ ભત્રીજીએ લગ્નનો કર્યો ઇનકાર,રોષે ભરાયેલા યુવકે કાકી સાથે ના કરવાનું કર્યું

અમદાવાદમાં આવેલ પ્રેમ દરવાજા વિસ્તારમાં એક યુવકે એક યુવતીને લગ્ન માટે પ્રસ્તાવ કર્યો હતો. યુવતીએ લગ્નનો પ્રસ્તાવ નકારી કાઢતા યુવકે યુવતીની કાકી પર નજર બગાડવાની કોશિશ કરી હતી. જે બાદ 35 વર્ષની બે બાળકોની માતાએ બુધવારે રાત્રે 25 વર્ષના યુવક સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં છેડતી,બળાત્કાર અને  હુમલાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં આવેલ પ્રેમ દરવાજા વિસ્તારમાં એક યુવકે એક યુવતીને લગ્ન માટે પ્રસ્તાવ કર્યો હતો. યુવતીએ લગ્નનો પ્રસ્તાવ નકારી કાઢતા યુવકે યુવતીની કાકી પર નજર બગાડવાની કોશિશ કરી હતી. જે બાદ 35 વર્ષની બે બાળકોની માતાએ બુધવારે રાત્રે 25 વર્ષના યુવક સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં છેડતી,બળાત્કાર અને  હુમલાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, બુધવારે રાત્રે તેના દીકરાને પેટમાં અચનાક દુઃખાવો થવા લાગ્યો તેથી તે તેની દીકરી સાથે સાથે રાત્રે મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ કોઈ મેડિકલ સ્ટોર ખુલ્લો ન હોવાથી તેણે સોડા શોપ શોધવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન આરોપી પંકજ પરમાર ઉર્ફે ચિકુ અને તેનો મિત્ર સંજય ઠાકોર તેમનો પીછો કરી રહ્યા હતા.

જયારે તેઓને ખબર પડી કે તેમણે બે જણા પીછો કરી રહ્યા છે. ત્યારે તેઓ ઝડપતી ચાલવા લગ્યા. ત્યારે  બંને આરોપી તેમની પાસે ગયા અને મહિલાને ધમકાવવા લાગ્યા કે તેની ભત્રીજીએ તેની સાથે લગ્નનો ઇનકાર કર્યો હતો તેથી તે તેના પર ગુસ્સે છે. આવું કહી ને પંકજ પરમારે મહિલાને મારવાનું શરુ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે પંકજ પરમારે યુવતીની કાકીને લોખંડના સળિયાથી માર માર્યો હતો એટલું જ તેને મહિલાની સાડી પણ ખેંચવા લાગ્યો હતો. આ બાદ તેણે મહિલાને જમીન પર પાડી દીધી અને તેનો રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેને બચવા માટે બૂમો પાડી હતી બૂમો પડતા આસપાસથી લોકો આવી ગયા હતા અને તેમણે મહિલાની બચાવી લીધી હતી. આ બાદ તેણે માધવપુરા પોલીસ સ્ટેશનમાં જઈને છેડતી, બળાત્કાર અને હુમલાની ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.