અમદાવાદ,
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યામાં હીટવેવની આગાહી કરી છે. જણાવીએ કે અમદાવાદમાં ગરમીનો પારો 44.1 ડિગ્રીને પાર ગયો છે જેને લઈને અમદાવાદ મ્યું કોર્પોરેશન દ્વારા અમદાવાદ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
આપને જણાવીએ કે બપોરે 2થી 5 વાગ્યા સુધીમાં દરેજ જગ્યાની કન્સ્ટ્રકશન સાઇટો બંધ રહેશે. તો તમામ અર્બન હેલ્થ કેર સેન્ટરો સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. તો જેટલા પણ સરકારી દવાખાના છે તેમાં છાશનું વિતરણ પણ કરવામાં આવશે.
