Not Set/ 9 લોકોના મોત સાથે નોધાયા 1075 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના નવા કેસની સંખ્યા 1075 છે.

Top Stories Gujarat Others

દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો હતો. જે હવે ધીમી ગતિ એ ઘટતો નજર આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના નવા કેસની સંખ્યા 1075 છે. જે સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 233263 પર પહોચી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમાં  આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1155 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 216683 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12360 છે.