Not Set/ સુરત: સ્કૂલના સંચાલકોની દાદાગીરી, ફી ભરીને પરિણામ લેવાના મુદ્દે વાલીઓનો હોબાળો 

સુરત, સુરતમાં આવેલી એલ.વી સવાણી સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાલમાં એલ.પી.સવાણી સ્કૂલ આવેલી છે. જ્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પરિણામ અટકાવ દેવામાં આવ્યા છે. સંચાલકો દ્વારા આ પરિણામ અટકાવવામાં આવ્યા છે. સંચાલકોએ જે વિદ્યાર્થીએ આગળના વર્ષની ફી ના ભરી હોય તે વિદ્યાર્થીઓને પરિણામ અટકાવી દીધા છે. તેમજ ફી ભરવા બાબતે વાલીઓને […]

Top Stories

સુરત,

સુરતમાં આવેલી એલ.વી સવાણી સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાલમાં એલ.પી.સવાણી સ્કૂલ આવેલી છે. જ્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પરિણામ અટકાવ દેવામાં આવ્યા છે.

સંચાલકો દ્વારા આ પરિણામ અટકાવવામાં આવ્યા છે. સંચાલકોએ જે વિદ્યાર્થીએ આગળના વર્ષની ફી ના ભરી હોય તે વિદ્યાર્થીઓને પરિણામ અટકાવી દીધા છે. તેમજ ફી ભરવા બાબતે વાલીઓને દબાણ કરાઇ રહ્યું છે. જેથી વાલીઓ રોષે ભરાયા હતા.

વાલીઓ સ્કૂલ ખાતે પહોંચી ભારે વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામં વાલીઓ એકઠા થઇ ગયા હતા અને સ્કૂલના વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તો હવે સ્કૂલના સંચાલકોની દાદાગીરી  સામે શિક્ષણમંત્રી ક્યારે લાલઆંખ કરશે તે જોવાનું રહેશે.