Not Set/ સટ્ટા બજારના મત મુજબ ભાજપ અને અન્ય પક્ષોને કેટલી મળશે સીટો?

ગુજરાત વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાની જીત માટે દાવા કરવામાં આવી રહ્યા છે. ખાનગી ન્યુઝ ચેનલો દ્વારા પણ ચુંટણીને લઇ ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવી રહ્યા છે ત્યારે હવે સટ્ટા બજારમા પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. સટ્ટાબાજીના બજારોમાં ગુજરાતની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જીતનો દાવો કરવામાં આવી […]

Top Stories
bjp 1 સટ્ટા બજારના મત મુજબ ભાજપ અને અન્ય પક્ષોને કેટલી મળશે સીટો?

ગુજરાત વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાની જીત માટે દાવા કરવામાં આવી રહ્યા છે. ખાનગી ન્યુઝ ચેનલો દ્વારા પણ ચુંટણીને લઇ ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવી રહ્યા છે ત્યારે હવે સટ્ટા બજારમા પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

સટ્ટાબાજીના બજારોમાં ગુજરાતની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. સટ્ટા બજાર મુજબ, વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો માંથી ભાજપને ૧૦૭ થી ૧૧૦ બેઠકો જયારે કોંગ્રેસને ૭૦ થી ૭૨ બેઠકો મળી શકે છે. ગુજરાતની ચુંટણીમાં સટ્ટા બજારમાં ભાજપ માટેનો દર ૫૦ પૈસા છે જ્યારે કૉંગ્રેસ માટે રૂ. ૨ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેમના ઘરેલુ રાજ્યમાં જાહેર સભાઓના સતત રાઉન્ડ પછી આ પ્રવાહોમાં ફેરફાર થવાની સંભાવના છે.

મહત્વનું છે કે, 2012 વિધાનસભા ચુંટણીમાં, ભાજપે ૧૧૫ બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસને ૬૮ સીટ મળી હતી.