ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારે વધુ ૨૮ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ૯ ધારાસભ્યોને રિપીટ કરાયા છે જયારે ૧૫ સીટિંગ MLAનું પત્તું કપાયું છે. જાહેર યાદીમાં ૨૮ ઉમેદવારોમાંથી માત્ર ૧ મહિલા તેમજ ૧૨ પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું છે.
જૂઓ, કેટલા ઉમેદવારોના પત્તા કપાયા :-
- કામરેજથી પ્રફુલ પાનસેરિયા
- સાવરકુંડલાથી વલ્લભ વઘાસીયા
- રાજકોટ ગરમીથી ભાનુબેન બાબરિયા
- કતારગામમાંથી નાનુ વાનણી
- જામનગર દક્ષિણથી વસુબેન ત્રિવેદી
- દસાડાથી પૂનમ મકવાણા
- ઉધનાથી નરોત્તમ પટેલ
- સુરત ઉત્તરથી અજય ચોકસી
- તળાજામાં શિવાભાઈ ગોહિલ
- કેશોદથી અરવિંદ લાડાણી
- ધાંગધ્રાથી જયંતી કવાડિયા
- વ્યારાથી પૂનાભાઈ ગામિત
