Not Set/ ભાજપને જાકારો આપવાનું આહ્વાહન કરતાં હાર્દિકે કહ્યું: કોંગ્રેસે અનામતની ફોર્મયુલા સ્વીકારી

છેલ્લા ઘણા સમયથી પાસ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા બેઠકોના દોર વચ્ચે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે ચર્ચા ચલાતી હતી. સમાજની માગણી સાથે કોંગ્રેસે સહમતિ દર્શાવી છે. પાટીદાર સહિત બિન અનામત વર્ગને OBCને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી છે. ખોડલધામ અને ઉમિયાધામનું ફોર્મ્યુલાને સમર્થન આપ્યું […]

Top Stories

છેલ્લા ઘણા સમયથી પાસ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા બેઠકોના દોર વચ્ચે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે ચર્ચા ચલાતી હતી. સમાજની માગણી સાથે કોંગ્રેસે સહમતિ દર્શાવી છે.

પાટીદાર સહિત બિન અનામત વર્ગને OBCને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી છે. ખોડલધામ અને ઉમિયાધામનું ફોર્મ્યુલાને સમર્થન આપ્યું છે. ઉપરાંત હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર અમલ કરાશે અને આ કોંગ્રેસ તેના મેનિફેસ્ટોમાં પણ આ મુદ્દાનો ઉલ્લેખ કરશે.

મહત્વનું છે કે કોંગ્રેસની ફોર્મ્યુલા અમે સ્વીકારી છે અને કોંગ્રેસ પાર્ટીએ અમારા અધિકાર માટે સરકારે બનશે તો પેસિફીક સર્વેની તૈયારી દર્શાવી છે. સાથે જ બિન અનામત પંચને 2000 કરોડની ફાળવણી કરવાની કોંગ્રેસની તૈયારી દર્શાવી છે. જો કે પાટીદાર સહિત બિન અનામત વર્ગને OBCને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી છે.જેમાં હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર અમલ કરાશે.

જો કે કોંગ્રેસે બંધારણીય રીતે અનામત આપવાની ફોર્મ્યુલા આપી છે. જેમાં ખોડલધામ અને ઉમિયાધામનું ફોર્મ્યુલાને સમર્થન મળ્યું છે. મહત્વનું નિવેદન આપતા કહ્યું કે પાસ તરફથી માત્ર હું જ નિવેદન કરીશ. અને વિરમગામમાં મારી માતાને ભાજપમાંથી ઊભા રાખવામા આવે તો પણ હું વોટ નહીં આપું.