વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના નેતા વિજય કેલ્લાએ વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવવાના છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા અભય રાજપુતે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેને લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
કેમ આપ્યા કોંગ્રેસના બે નેતાઓએ રાજીનામાં ?
વિજય કેલ્લાએ પક્ષ પ્રમુખ અને પાર્ટીની કાર્યપદ્ઘિતીથી નારાજ થઇને રાજીનામું આપ્યું હોવાનું કારણ સામે આવ્યું છે.
અભય રાજપૂતે વંશવાદ અને જૂથવાદ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વથી પ્રભાવિત થઈને રાજીનામાં આપ્યું છે.
